Home /News /ahmedabad /Ahmedabad News: પાસપોર્ટમાં ચેડાં કરી અમેરિકા જઈ રહેલા પાંચ લોકોની ધરપકડ, એરપોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી

Ahmedabad News: પાસપોર્ટમાં ચેડાં કરી અમેરિકા જઈ રહેલા પાંચ લોકોની ધરપકડ, એરપોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી

આરોપીઓની તસવીર

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી પાસપોર્ટમાં ચેડા કરી અમેરિકા જઈ રહેલા પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગે પાંચેય લોકોને પોલીસને સોંપ્યા છે.

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી પાસપોર્ટમાં ચેડા કરી અમેરિકા જઈ રહેલા પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગે પાંચેય લોકોને પોલીસને સોંપ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પાસપોર્ટમાં જોતા તેમાં કેટલાક પેજ ફાટેલા હતા. તેથી કોઈ કાવતરું રચી છેતરપિંડી કરી હોવાની શંકા લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મળેલી જાણકારી પ્રમાણે, પકડાયેલા તમામ શખ્સો હરિયાણાના છે. અમન રોડ, રોનક જાટ, સિકંદર રોડ, શીબ રોડ અને અંકુશ રોડની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ એરપોર્ટ પર પહોંચ્યા અને કેન્યા ખાતે જવાના હતા, પણ તે પહેલાં ઇમિગ્રેશન વિભાગના કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે ઇમિગ્રેશનના અધિકારીએ તેઓના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ તપાસ્યા હતા. જેમાં તેમણે પાસપોર્ટમાં કેટલાક પન્ના ફાડેલા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ કોઇ કાવતરૂં રચવા માટે આ રીતે છેતરપિડી કરી હોવાનું સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરત દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, અન્ય 6 નિર્દોષ જાહેર

એજન્ટે અન્ય કન્ટ્રીના વિઝા કરી આપ્યાં


આ ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસે પાંચેય લોકોની અટકાયત કરી અને તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓને સહેલાઇથી અમેરિકા જવું હોવાથી એજન્ટ બલ્લી સમાધ્યાનનો સંપર્ક કર્યો હતો. ત્યારે એજન્ટે આરોપીઓને અમેરિકા જવું હોય તો પહેલાં બીજી નાની કન્ટ્રીમાં ટુરીસ્ટ વિઝા મેળવી ત્યાં જવું પડશે તેમ કહી ટુરીસ્ટ વિઝા બનાવી આપ્યા હતા. આરોપીઓના પાસપોર્ટમાં ગુયાનાનો સ્ટેમ્પ લાગેલો હતો. ત્યારબાદ એજન્ટ બલ્લીએ આ તમામ લોકોને કેન્યા કન્ટ્રીના વિઝા કરાવી આપ્યા હતા. ત્યાં જવા માટે નીકળે તે પહેલાં જ તેઓ ઝડપાઇ ગયા હતા.


તપાસ કરતા શું સામે આવ્યું?


કેન્યા જવા માટે ગુનાયા કન્ટ્રીના વિઝા સ્ટેમ્પ લાગેલા હોય તો જવા ન મળે તેવું એજન્ટે કહેતા પાસપોર્ટમાંથી ગુનાયા કન્ટ્રીના સ્ટેમ્પ લાગેલા પાના આરોપીઓના પાસપોર્ટમાંથી ફાડી નાંખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ કામ માટે એજન્ટને કેટલા રૂપિયા આપ્યા અને આ સાથે જ એજન્ટે કેટલા લોકોને આ રીતે કેન્યા મોકલી આપ્યા છે. અમેરિકા મોકલવા માટે આ રીતે કાવતરૂં ઘડીને અન્ય કેટલા એજન્ટ કામ કરી રહ્યા છે તેવી દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

विज्ञापन