સોશિયલ મીડિયાને બદલે સીધી મને ફરિયાદ કરો, આર્મી ચીફ તાડૂક્યા

Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 4:10 PM IST
સોશિયલ મીડિયાને બદલે સીધી મને ફરિયાદ કરો, આર્મી ચીફ તાડૂક્યા
બીએસએફ જવાન બાદ સીઆરપીએફ અને સેનાના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા અંગે છેવટે આર્મી ચીફ તાડૂક્યા છે. જવાનોએ પોતાની વ્યથા વીડિયો મારફતે ઠાલવી રહ્યા છે. જેને લઇને આર્મી ચીફે કહ્યું કે, જે કંઇ પણ ફરિયાદ હોય તે સીધી મને કરો, સોશિયલ મીડિયાનો સહારો ન લો.
Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 4:10 PM IST
નવી દિલ્હી #બીએસએફ જવાન બાદ સીઆરપીએફ અને સેનાના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા અંગે છેવટે આર્મી ચીફ તાડૂક્યા છે. જવાનોએ પોતાની વ્યથા વીડિયો મારફતે ઠાલવી રહ્યા છે. જેને લઇને આર્મી ચીફે કહ્યું કે, જે કંઇ પણ ફરિયાદ હોય તે સીધી મને કરો, સોશિયલ મીડિયાનો સહારો ન લો.

જવાનો દ્વારા પોતાની વ્યથાને લઇને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો વાયરલ કરતાં સેના અધ્યક્ષ બિપિન રાવત આગળ આવ્યા છે. એમણે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, જવાનો સોશિયલ મીડિયા પર વીડિયો ના મુકે. જો એમને કોઇ ફરિયાદ હોય તો તે સીધા મને ફરિયાદ કરે. જવાનોએ સોશિયલ મીડિયાથી બચવાની જરૂર છે. સેના પ્રમુખે કહ્યું કે, દરેક આર્મી હેડ ક્વાર્ટર પર હવે ફરિયાદ પેટી લગાવાશે. જે મારફતે જવાનો પોતાની ફરિયાદ મોકલાવી શકશે. સેના પ્રમુખે આશ્વાસન આપ્યું કે આ પેટી તે જાતે ખોલશે.

રાવતે કહ્યું કે, કોમ્યુનિકેશનનું બ્રેક ડાઉન ન થવું જોઇએ. જવાનો જે કંઇ પણ કરે છે એ કોમ્યુનિકેશનથી થાય છે. રજા પર જાય તો પણ કોમ્યુનિકેશનથી. જ્યાં સુધી કોમ્યુનિકેશન ખુલ્લુ રહેશે ત્યાં સુધી કાર્યવાહી ચાલતી રહેશે.

તેમણે કહ્યું કે, 12 લાખથી વધુ ફોજ છે, ગ્રીવેન્સ તો રહેશે જ. પરંતુ કોમ્યુનિકેશન બ્રેક ડાઉન નહીં થવા દઇએ. આર્મીનું મોટિવેશન ઉંચી કોટીનું હોવું જોઇએ.

રાવતે કહ્યું કે, મીડિયા સેનાનો ઉત્સાહ વધારી શકે છે. આપણો દેશ કેટલાક પડકારો સામે ઝઝુમી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ કાશ્મીરમાં હિંસા જોવા મળી છે. અમે એની પર કાબુ મેળવ્યો છે. રાવતે કહ્યું કે, હું દરેક જવાનને કહેવા માગું છું કે, આપણે બધા સાથે મળીને એક મજબૂત સેના બનાવશું.

અહીં નોંધનિય છે કે, કેટલાક દિવસોમાં સેના અને અર્ધ સૈનિક બળના જવાનો તરફથી ફરિયાદના કેટલાક વીડિયો સામે આવ્યા છે જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
First published: January 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर