Home /News /ahmedabad /શું તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો? તો હજી રાહ જોજો, નહીં તો પછી...

શું તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો? તો હજી રાહ જોજો, નહીં તો પછી...

સોનું ખરીદવું હોય તો હજી રાહ જોજો

Gold Prices In Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો છે. એક તોલા સોનાનો ભાવ 58,000 રુપિયાની નજીક પહોંચ્યો છે. જેને કારણે લગ્નસરાની સિઝનમાં સોનાની ખરીદીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જ્વેલર્સમાં લગ્નસરાની સિઝનમાં ખરીદી કરતાં લોકોમાં  50 ટકા લોકો NRI છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો છે. એક તોલા સોનાનો ભાવ 58,000 રુપિયાની નજીક પહોંચ્યો છે. જેને કારણે લગ્નસરાની સિઝનમાં સોનાની ખરીદીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જ્વેલર્સમાં લગ્નસરાની સિઝનમાં ખરીદી કરતાં લોકોમાં  50 ટકા લોકો NRI છે. જેમાંથી કોઈ ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે તો કોઈ કેનેડાથી જેથી લોકો પણ ભારે ખરીદી કરતા હોય છે.

દીકરા-દીકરીના લગ્ન માટે સોનાની ખરીદી


અમદાવાદમાં 1 મહિનો ચાલેલાં પ્રમુખ સ્વામી શતાબ્ધિમાં સેવા આપ્યા બાદ  NRI ગુજરાતીઓ ખાસ પોતાના દીકરા દીકરીનાં લગ્ન કરાવવા માટે અમદાવાદ રોકાયા છે અને સોનાની ખરીદી કરી રહ્યા છે.. તેમની માટે સોનાની ખરીદી અને તેનો ભાવ સામાન્ય છે પરંતુ નોકરિયાત વર્ગ માટે સોનું પડી ગયુ છે પીળું. કારણ કે, અમદાવાદમાં સોનાનો રેકોર્ડબ્રેક ભાવ જોવા મળ્યો છે. સોનુ સામાન્ય માનવીને પકડમાંથી દૂરને દૂર જઈ રહ્યું છે અને હવે લેવાય નહી તેવી હાલતમાં પહોંચ્યું છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ?

અત્યારે સોનાનો ભાવ 56 હજાર રૂપિયા


આ અંગે ઓસ્ટ્રેલિયાથી આવેલાં કલ્પેશ સોલંકીએ કહ્યું કે, ‘મારી દીકરીનું સગપણ 20 જાન્યુઆરી નક્કી કર્યુ છે અચાનક બધું ગોઠવાઈ જતાં અમે સોનાના ઘરેણાં અને રિંગ સેરેમની માટે રિંગ લેવા આવ્યા છીએ. થોડા વર્ષો પહેલા ઈન્ડિયા આવ્યા ત્યારે 30 હજાર ભાવ ચાલતો હતો અચાનક 56 હજાર જેટલો ભાવ બહુ વધારે છે. અમે ડોલરમાં કમાઈએ છીએ એટલે આમ સસ્તું લાગે છે પરંતુ અહીંના લોકોને સૌથી વધારે અસર થતી હશે લોકો સોનું ખરીદી કરવા માટે 100 વખત વિચાર કરતાં હશે.’

આ પણ વાંચો: AMCની નવી પહેલ, વર્ષ 2023/24ના નાણાકિય બેઠક માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો


આ અંગં કેનેડાથી આવેલાં કૌશિક પટેલે જણાવ્યું કે, ‘અમે 1 મહિના માટે શતાબ્દિ મહોત્સવમાં આવેલાં છીએ. આ દરમિયાન મારા દીકરાનું સગપણ નક્કી થઈ ગયું છે એટલે અમે સોનાની ખરીદી કરવા આવ્યા છીએ. સોનું ખરેખર મોંઘુ થઈ ગયું જેને કારણે સામાન્ય લોકો સોનું કેવી રીતે ખરીદશે તેનો વિચાર આવે છે.’

આ પણ વાંચો: બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી મહિલા, ઘરે પાછી આવી તો બની ગઈ કરોડપતિ

સોનાનો ભાવ 58,000ની નજીક પહોંચ્યો


બે દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવ અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે. 1,800 રુપિયાના વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 58,000ની નજીક પહોંચ્યું છે. સોનાના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા ઘરેણા બનાવવાનું પણ મોંઘું થશે. આગામી સમયામાં લગ્નની સિઝન પણ આવી રહી છે લગ્નની વ્યસ્ત સિઝનને કારણે સોનાની માંગ વધુ રહેવાની ધારણા છે. જો કે, આટલા ઊંચા ભાવ ગ્રાહકોને પરવડી ન શકે અને તેઓ જુના સોનાને બદલે નવું સોનું લઈ રહ્યાં છે. ગયા વર્ષે 100 કિલોની ખરીદી સોનામાં જોવા મળી હતી ત્યારે આ વર્ષે માત્ર 10 થી 20 કિલો સોનું અમદાવાદમાંથી ખરીદાયું છે.

આ પણ વાંચો:  LICમાં 9,000થી વધુ જગ્યાઓ માટે ભરતી; યુપી, દિલ્હી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં બમ્પર ભરતી

સોનાનો ભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે


આ અંગે અંબિકા જવેલર્સના માલિક અને અમદાવાદ જવેલર્સ એસોસિએશનનાં પુર્વ ઉપપ્રમુખ નિશાંત ધોળકિયાના કહેવા પ્રમાણે આ વર્ષે સોનું ખરીદાયું જ નથી સોનાનો ભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની પાછળનું કારણ વૈશ્વિક મંદી અને વિશ્વમાં કોરોનાની રિ-એન્ટ્રી સાથે પોલિટીકલ ઈશ્યુ પણ છે. સોના ચાંદીના ભાવ વધારાની માઠી અસર થઈ છે. ઘરાકીમાં 30થી 40 ટકા ઘટાડો છે. બજારના માહોલ ગ્રાહકો અને વેપારીઓને આશા નહોતી. ગયા વર્ષે 51000 જેટલો ભાવ સ્થિર હતો. અત્યારે સતત રોજેરોજ ભાવમાં વધ ઘટ થઈ રહ્યું છે. લગ્નસરા માટે હાલ બજેટ પ્રમાણે ખરીદી રહ્યા છે.

આ પણ વાંચો: લગ્નની લાલચ આપી પિંખતો રહ્યો યુવતીનો દેહ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

સોનાના ભાવમાં અસરકારક વધારો થયો


વૈશ્વિક સ્તરે અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને કારણે સોનામાં સેફ હેવન રોકાણ વધ્યું છે. ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.ખૂબ મોંઘું થવાને કારણે સોનું ખરીદાય તેવું રહ્યું નથી પરંતુ તેને બદલે એક વિકલ્પ એવો છે કે લોકો તેમની પાસે રહેલું જુનુ સોનું કાઢીને તેની સામે જેટલું પણ નવું સોનું આવે તે લઈને કામ ચલાવી રહ્યાં છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Gold price, Gold price in Gujarat, ગુજરાત

विज्ञापन
विज्ञापन