Home /News /ahmedabad /જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી નહીં લડે ચૂંટણી, આપમાં જોડાવવાની ચર્ચા પર પૂર્ણવિરામ

જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી નહીં લડે ચૂંટણી, આપમાં જોડાવવાની ચર્ચા પર પૂર્ણવિરામ

વિપુલ ચૌધરીની ફાઇલ તસવીર

Gujarat Election Update: રાજકીય ગરમાવા વચ્ચે ચર્ચા થઇ રહી હતી કે, પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ઉમેદવારોનાં નામ જાહેર થતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો છે. આ બધાની વચ્ચે મહત્ત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી કોઇપણ પક્ષમાંથી ચૂંટણી નહીં લડે. નોંધનીય છે કે, માનસીભાઇ ચૌધરીની જન્મજયંતી એ માણસાનાં ચરડામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

    અર્બુદા સમાજનાં આગેવાન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, અર્બુદા સેના ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષને સમર્થન નહીં આપે. આજે તેમનું ચરાડા, માણસમાં અધિવેશન છે. જે અંગે જણાવાયું છે કે, આ સંમેલનમાં કોઇ રાજકીય ચર્ચા કરવાની નથી. સમાજ કાર્ય માટે જ કામ કરવામાં આવશે. આ સાથે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યુ કે, અર્બુદા સેનાનો કોઇપણ સભ્ય કે પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી ચૂંટણી પણ નહીં લડે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને 800 કરોડનાં કૌભાંડ મામલે જેલમાં બંધ છે.

    આ પણ વાંચો: હિંમતનગર: ભાજપનાં આયાતી ઉમેદવાર સામે વિરોધ, ઠેર ઠેર પોસ્ટરો લગાવાયા

    રાજકીય ગરમાવા વચ્ચે ચર્ચા થઇ રહી હતી કે, પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. વિપુલ ચૌધરી દ્વારા જેલમાંથી મોકલાવેલો પત્ર સભામાં વાંચી સંભળાવવામાં આવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાં ચૂંટણી લડશે. જોકે, આ તમામ ચર્ચા-અટકળો પર હવે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

    આ પણ વાંચો: ડેસ્ટિનેશન વેડિંગ માટે આ રિસોર્ટ બની શકે છે તમારી પસંદ

    રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે અને તપાસ એસીબીને સોંપી દીધી હતી. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના વિરોધ કર્યો હતો.



    આ કેસમાં ACBના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુનાં કૌભાંડ કર્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन