ઉઠમણું કરનાર અર્બુદાના સંચાલકો સામે વિરમગામમાં વધુ એક ફરિયાદ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ઉઠમણું કરનાર અર્બુદાના સંચાલકો સામે વિરમગામમાં વધુ એક ફરિયાદ
અમદાવાદઃરાજસ્થાનના માઉન્ટ આબુની અર્બુદા ક્રેડીટ સોસાયટીના સંચાલકો દ્વારા ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ અને મહેસાણા સહિતના સ્થળે 47થઈ વધુ શાખાઓ ખોલીને કરોડો રૂપિયા લોકોના પડાવી લઇ રફુચક્કર થઇ ગયા છે. ત્યારે આજે અર્બુદાના સંચાલકો સામે વિરમગામમાં વધુ એક ફરિયાદ નોધાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST

અમદાવાદઃરાજસ્થાનના માઉન્ટ આબુની અર્બુદા ક્રેડીટ સોસાયટીના સંચાલકો દ્વારા ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ અને મહેસાણા સહિતના સ્થળે 47થઈ વધુ શાખાઓ ખોલીને કરોડો રૂપિયા લોકોના પડાવી લઇ રફુચક્કર થઇ ગયા છે. ત્યારે આજે અર્બુદાના સંચાલકો સામે વિરમગામમાં વધુ એક ફરિયાદ નોધાઇ છે.

માઉન્ટ આબુ શાખાના મેનીજીંગ ડાયરેક્ટર રાકેશકુમાર અગ્રવાલ સહીતના હોદ્દેદારો છેલ્લા ઘણા સમયથી તમામ  શાખાઓના કરોડો રૂપિયા લઇ ફરાર થઇ જતા ઉતર ગુજરાતની મોટાભાગની અર્બુદા  ક્રેડીટ  કો.ઓ.સોસાયટી લી.ની શાખાના શટર પડવા લાગ્યા છે ત્યારે વઘુ એક અર્બુદા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. વિરમગામ શાખાનું ઉઠમણું થયું છે.

વિરમગામ શહેરના કુલ 1195 ખાતેદારોના રૂ.3.18 કરોડ ડુબતાં માઇન્ટ આબુના મુખ્ય બ્રાંચના મેનેજીંગ ડાયરેક્ટર રાકેશકુમાર અગ્રવાલ સહિત આશાબેન રાકેશકુમાર અગ્રવાલ, નિશાબેન છોટેલાલ અગ્રવાલ, મહેરસિંગ પ્રબળસિંહ સામે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

First published: February 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर