Home /News /ahmedabad /વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂંક, સત્તાવાર રીતે જાણ કરવામાં આવી
વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂંક, સત્તાવાર રીતે જાણ કરવામાં આવી
પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની નિમણૂંક
Yogesh Patel: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે શપથ લઇ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષની નિમણુંક પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુંક કરવાની થાય છે. પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણુંક કરી છે.
ગુજરાત: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે શપથ લઇ લીધા છે. ભૂપેનદ્ર પટેલે તેમના 16 મંત્રીઓ સાથે પીએમ મોદીની હાજરીમાં શપથ ગ્રહણ કરીને ગઇકાલે શુભ મહુર્તમાં તમામ મંત્રી મંડળ સહિત ચાર્જ પણ સંભાળી લીધો છે. મંત્રી મંડળ બાદ હવે તમામ ધારાસભ્યોએ શપથ લેવાનો વારો છે . પરંતુ તે પહેલા વિધાનસભાના અધ્યક્ષની નિમણુંકનો સમય છે. જોકે વિધાનસભાના અધ્યક્ષની નિમણુંક પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુંક કરવાની થાય છે. પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણુંક કરી છે.
યોગેશ પટેલને સત્તાવાર જાણ કરાઈ
આ અંગે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે. પ્રોટેમ સ્પીકર એવી જ વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ સૌથી વધુ અનુભવી અને સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્ય હોય છે. પ્રોટેમ સ્પીકરનું પદ કામચલાઉ છે, જે માત્ર 24 કલાક માટે જ અસ્તિત્વમાં રહે છે.
આગામી 19-20 ડિસેમ્બર દરમિયાન જ્યારે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે. આ સાથે જ નવા સ્પીકરને પણ ચૂંટવાનો પ્રસ્તાવ મુકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિધાનસભાના મુખ્ય અધ્યક્ષ તરીકે રમણ વોરાને સ્થાન મળી શકે છે. ઓબીસી નેતા અને બનાસકાંઠા ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું નામ પણ આ પદ માટે ચર્ચામાં ચાલી રહ્યું છે. જેનું નામ મુખ્ય અધ્યક્ષ તરીકે નક્કી થશે તેમને આગામી બે દિવસમાં સત્તાવાર જાણ કરાશે.
આગામી 20મી અથવા 23-24 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાય તેવી સંભાવના છે. આ દિવસે ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવશે. સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવી દેવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષની વરણી પહેલાં પ્રોટેમ સ્પીકરની નિમણૂંક ખૂબ જ જરૂરી છે. ત્યારે નિયમાનુસાર, સૌથી વધુ ઉંમર ધરાવતો અનુભવી ધારાસભ્ય પ્રોટેમ સ્પીકર બની શકે છે.