શાહરુખખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વડોદરા કોર્ટમાં અરજી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
શાહરુખખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વડોદરા કોર્ટમાં અરજી
વડોદરાઃબોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પોતાની રઈસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન આવ્યો હતા તે દરમિયાન ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું.જે મામલે આજે વડોદરામાં એક સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ વડોદરાની કોર્ટમાં શાહરૂખ ખાન, વડોદરાના ડીઆરએમ અને રેલવે પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈએલ દાખલ કરતા ખડભડાટ મચી જવા પામી છે.અગાઉ ફરિયાદીએ રેલવે SPને ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃબોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પોતાની રઈસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન આવ્યો હતા તે દરમિયાન ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું.જે મામલે આજે વડોદરામાં એક સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ વડોદરાની કોર્ટમાં શાહરૂખ ખાન, વડોદરાના ડીઆરએમ અને રેલવે પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈએલ દાખલ કરતા ખડભડાટ મચી જવા પામી છે.અગાઉ ફરિયાદીએ રેલવે SPને ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી. baroda_raees_issue સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ કોર્ટમાં પોતાના વકીલ મારફતે અરજી કરી છે.અરજીમાં રેલવે સ્ટેશન પર શાહરૂખ ખાનના પ્રમોશન સમયે ભાગદોડમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હતા જે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.ત્યારે કોર્ટે પીઆઈએલ સ્વીકાર કરી આગળની તારીખ આપી છે.જે તારીખે કોર્ટ શાહરૂખ ખાન સામે એફઆઈઆર નોંધવી કે નહીં તે અંગેનો નિર્ણય સંભળાવશે તેવી શકયતાઓ રહેલી છે. મહત્વની વાત છે કે અરજદારે અગાઉ રેલવે એસપીને શાહરૂખ ખાન સામે એફઆઈઆર નોંધવા અરજી કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અરજદાર કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોર્ટથી શાહરૂખ ખાનની મુશ્કેલીમાં વધારો થાય છે કે તેને રાહત મળે છે. ફાઇલ ફોટો
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर