અપાનવાયુ મુદ્રાથી લકવા જેવી ગંભીર બીમારીથી છુટકારો મળે છે
પિત્ત, એસિડ, ગેસ, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, ગભરામણ,... આ બધી તકલીફોમાં અપાનવાયુ મુદ્રા તાત્કાલિક મદદરૂપ બની શકે છે. આ મુદ્રા એક સાથે સળંગ 15 થી 20 મિનિટ કરી શકાય છે. અને દરરોજ 2 થી 3 કલાક સુધી પણ કરી શકાય છે.
અમદાવાદ: આજના યુગમાં બહારનું જંકફૂડ, રાત્રિના ઉજાગરા અને સ્ટ્રેસવાળા જીવનથી કેટલાય લોકોને જુદી જુદી બીમારીઓ જોવા મળતી હોય છે. ત્યારે સૂતા, બેસતા, ચાલતા કે ઊભા હોઈએ ત્યારે અપાનવાયુ મુદ્રા કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને નાની-મોટી બીમારીમાંથી પણ રાહત મળે છે. તો આવો આપણે મુકેશભાઈ પટેલ પાસેથી અપાનવાયુ મુદ્રા કરવાની રીત અને તેના ફાયદા વિશે જાણીએ.
અપાનવાયુ મુદ્રા અનેક રોગો દૂર કરવા ચમત્કાર
નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદના નેચરોપેથ મુકેશભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે, સત્ય ચમત્કારિક હોય છે. પરંતુ હાથવગું અને જલદી મળી જાય એવું હોય ત્યારે વર્ષો સુધી એની કિંમત સમજાતી નથી. કંઈક આવી જ વાત અપાનવાયુ મુદ્રાની છે. મુદ્રાઓની માહિતી આપણને લગભગ ફ્રી માં મળી જાય છે. એટલે એનો નિયમિત અમલ કરવાની ઈચ્છા ઓછા લોકોને થાય છે. બાકી તો બેઠા બેઠા, ઊભા ઊભા, ચાલતા ચાલતા કે પથારીવશ હોય તો પણ વ્યક્તિ આ મુદ્રા કરી શકે છે.
પિત્ત, એસિડ, ગેસ, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, ગભરામણ,... આ બધી તકલીફોમાં અપાનવાયુ મુદ્રા તાત્કાલિક મદદરૂપ બની શકે છે. આ મુદ્રા એક સાથે સળંગ 15 થી 20 મિનિટ કરી શકાય છે. અને દરરોજ 2 થી 3 કલાક સુધી પણ કરી શકાય છે.
અપાનવાયુનું કામ ખોરાકનાં પાચનમાં મદદ કરી અને શરીરમાંથી મળમૂત્રને બહાર કાઢવાનું છે. પરંતુ જ્યારે પાચન નબળું પડે છે, ત્યારે અપાનવાયુ પેટમાંથી નીચે જવાને બદલે ઉપર તરફ જવા લાગે છે. જેને કારણે હૃદય ઉપર, છાતીમાં અને માથાના ભાગ સુધી દબાણ આવે છે.
અપાનવાયુ મુદ્રા કરવાના ફાયદા
પિત્ત, એસિડ, ગેસ, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, ગભરામણ જેવા રોગોમાં રાહત આપે છે. આપણે જ્યારે અપાનવાયુ મુદ્રા કરીએ ત્યારે આ વાયુ ઉપર જતો અટકી જાય છે અને ધીરે ધીરે શાંત થવા લાગે છે. અમુક લોકોને મુસાફરી દરમિયાન ઉબકા અને ઉલટીની તકલીફ થતી હોય છે. તો કેટલાકને વિમાનની મુસાફરીમાં માથું ભારે લાગે અને કાન બંધ થઈ જાય છે. આ બધામાં પણ અપાનવાયુ મુદ્રા ફાયદો કરે છે.
અપાનવાયુ મુદ્રા કરતી વખતે કોણે સાવધાની રાખવી ?
ગર્ભવતી મહિલાઓ, ટી.બી. ના દર્દીઓ અને જેમનું વજન ખૂબ ઓછું છે તેવા લોકોએ આ મુદ્રા ન કરવી જોઈએ.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.