Home /News /ahmedabad /વસ્ત્રાલમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો, હથિયારો સાથે આવી વાહનોમાં કરી તોડફોડ

વસ્ત્રાલમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો, હથિયારો સાથે આવી વાહનોમાં કરી તોડફોડ

અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો

Ahmedabad Crime news: અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. તલવાર અને હથિયારો સાથે ખુલ્લેઆમ વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાવી હતી. આ ઘટનાથી રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચીને પણ હોબાળો મચાવ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે. તલવાર અને હથિયારો સાથે ખુલ્લેઆમ વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાવી હતી. આ ઘટનાથી રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચીને પણ હોબાળો મચાવ્યો હતો. અગાઉ થયેલ ફરિયાદમાં સમાધાન કરી લેવાનુ કહીને આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધવા લાગ્યા છે.

અસામાજિક તત્વોએ તોડફોડ કરીને આંતક મચાવ્યો


વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પુષ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વોએ મચાવેલા આંતક અને તોડફોડથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. 15થી વધુ અસામાજિક તત્વો સોસાયટીમાં ધસી આવ્યા અને રીન્કુ ચૌહાણ સાથે સમાધાન કરવાનું કહીને તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ ઘટનાથી મહિલા અને બાળકો ખુબ જ ગભરાઈ ગયા હતા. મોડી રાત્રે સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ કરેલી તોડફોડમાં સામે આવ્યું કે પુષ્પ રેસિડેન્સીમાં રહેતા ભુવનેશ્વરસિંગ ઉર્ફે બલુર ઠાકોર અને રીન્કુ ચૌહાણ વચ્ચે પૈસાની લેતી દેતીને લઈને ઝઘડો ચાલતો હતો.

આ પણ વાંચો: ઓ બાપ રે...એમેઝોન પર 61 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો, પાર્સલ ખોલ્યું તો... 

સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક


રીન્કુ અને તેના સાગરીતોએ બલુર ઠાકોરને અગાઉ પણ માર માર્યો હતો. જેથી આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. આ ફરિયાદમાં સમાધાન કરવા માટે રીન્કુએ પોતાના સાગરીતો મોકલીને દહેશત ફેલાઈ હતી. હાલમાં રામોલ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રામોલમાં અસામાજિક તત્વોએ મચાવેલા આંતકથી ફરી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ કરી રહી છે જ્યારે સોસાયટીમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે.

આ પણ વાંચો: પુત્રવધુએ એવું તે શું કર્યું કે સસરાએ પોલીસ ફરિયાદ કરવી પડી

પોલીસની કામગીરીને લઈને લોકોમાં રોષ


આ ઘટનાથી સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરીને લઈને રોષ વ્યકત કર્યો છે. મહત્વનું છે કે, હવે પોલીસે અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસમાં અગાઉ પણ ઘણી ફરિયાદો આવેલી છે. પરંતુ રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યા છે. જેથી પોલીસ તેના કાર્યક્રમમાં લાગેલી છે, જેનો અસમાજિક તત્વો લાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन