Home /News /ahmedabad /Assembly Elections: વિધાનસભાની ચૂંટણી પહેલા જ હિન્દુ વિરોધી મુદ્દો ચર્ચામાં, ભાજપ નેતાઓના કેજરીવાલ પર આકરા પ્રહાર

Assembly Elections: વિધાનસભાની ચૂંટણી પહેલા જ હિન્દુ વિરોધી મુદ્દો ચર્ચામાં, ભાજપ નેતાઓના કેજરીવાલ પર આકરા પ્રહાર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો છે.

Delhi conversion video: દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલા આંબેડકર ભવનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આંબેડકર ભવન દિલ્હીમાં સામૂહિક ધર્માંતરણ કરતા જોવા મળે છે.

  આમ આદમી પાર્ટીના મંત્રીની હાજરીમા દિલ્હીમા થયેલ ધર્માંતરણનો મામલે ગુજરાતભરમા કેજરીવાલ અને આપ વિરોધી પોસ્ટર લાગ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમા ઠેર-ઠેર ચૂંટણી પહેલાં પોસ્ટરવૉર શરૂ થયુ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. રાતોરાત લાગેલા પોસ્ટરોથી વાતાવરણ તંગ બનતા દિવસ દરમિયાન માહોલ પણ ગરમાયેલો જોવા મળ્યો હતો. હિન્દુ દેવી દેવતાઓ પરની ટિપ્પણીના પોસ્ટરથી ચૂંટણી ટાણે ધર્મનો મુદ્દો હાવી બન્યો છે. 'હું ઈશ્વરને માનીશ નહી' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાકમાં બેનરો પણ લાગ્યા છે.

  ગુજરાતના પાંચ મહાનગરપાલિકા સહિત અનેક જગ્યા પર વીડિયોને લઈ પોસ્ટર યુદ્ધ છેડાયું છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં કેજરીવાલ વિરુદ્ધ લાગેલા પોસ્ટર ફાડવામાં આવ્યા છે. ભગવાનના નામે થતી રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઇ છે.

  હવે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો છે અને ધર્માંતરણના વાયરલ વીડિયો મુદ્દે હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપના મંત્રીએ ધર્માંતરણ કરાવ્યું છે અને આ વીડિયોથી ફલિત થાય છે કે, ધર્માંતરણનું ષડયંત્ર રચાયું છે.  આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેજરીવાલના મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે હિન્દુ ધર્મ વિરોધી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને મંદિરમાં માથા ટેકે છે અને અન્ય સ્થળો પર તેમના પ્રધાનો ધર્મપરિવર્તન કરાવે છે. આમ આદમી પાર્ટીના નેતાએ ભગવાનનું અપમાન કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જેને લઈ રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 'હિન્દુ ધર્મ પાગલપન છે, શ્રાદ્ધ-પિંડદાન કરીશ નહીં' લખાણવાળા કેજરીવાલના મુસ્લિમ પોશાકમાં બેનરો લાગ્યાં છે.

  આ પણ વાંચો: રાજસ્થાનના યુવાનોનું બેરોજગારી મુદ્દે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બલ્લાબોલ

  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ બતાવે છે કે 'આમ આદમી પાર્ટીની વિચારધારા હિન્દુ વિરોધી' છે 'આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી સાફ થઈ જશે'

  'આપના અન્ય નેતાઓએ પણ આપની આ હિન્દુ વિરોધી વિચારધારા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે આપ'- પ્રદિપસિંહ વાઘેલા, નેતા, ભાજપ

  આ પણ વાંચો: બેટ દ્વારકામા 'ઓપરેશન ક્લીનઅપ'નો આવ્યો અંત, 8 કરોડથી વધુના દબાણો કરાયા દૂર

  દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલા આંબેડકર ભવનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આંબેડકર ભવન દિલ્હીમાં સામૂહિક ધર્માંતરણ કરતા જોવા મળે છે. હિન્દુ દેવી દેવતાઓની પૂજા નહીં કરવાની વાત સ્ટેજ પરથી કહેવામાં આવી રહી છે. બ્રહ્મા વિશ્નું મહેશને ઇશ્વર ન માનવાની વાત કરે છે. સનાતન ધર્મ, ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી રામની નિંદા કરી રહ્યાનો વીડિઓ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં બૌદ્ધ ધર્મ અપનાવવા માટે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં શપથ લેનાર વ્યક્તિની બાજુમાં કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ પણ દિલ્હી સરકારમાં શપથ લઈ રહ્યા છે. આ વીડિયો દશેરા પર આયોજિત સભાનો જણાવવામાં આવી રહ્યો છે.

  વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધર્મ પરિવર્તન કરનારાઓમાં દિલ્હી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યું: ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, કેજરીવાલના પ્રધાનો દિલ્હીમાં હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓને અપશબ્દો કહી રહ્યા છે અને કેજરીવાલ પોતે ગુજરાતમાં જય શ્રી કૃષ્ણના નામ પર મત માગી રહ્યા છે. આમ આદમી પાર્ટી હવે ગરીબ હિંદુઓને મફત સામાન આપીને ધર્મ પરિવર્તન કરાવનારી એજન્સી બની છે. તેવા આરોપ લાગ્યા છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Arvind kejrival, Assembly elections, Gujarat AAP, ગુજરાત, હર્ષ સંઘવી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन