Home /News /ahmedabad /ચૂંટણી પહેલા કોંગ્રેસનો વધુ એક વાયદો, કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓને કાયમી કરાશે

ચૂંટણી પહેલા કોંગ્રેસનો વધુ એક વાયદો, કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓને કાયમી કરાશે

ચૂંટણી પહેલા કોંગ્રેસે કર્યો વધુ એક વાયદો

Gajarat Election 2022: હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, માનવિય દ્રષ્ટિકોણથી આજ પ્રમાણે કોંગ્રેસ 2022માં સત્તામાં આવતાની સાથે જ કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓને કાયમી કરશે તથા ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ પણ આપશે.

Gajarat Election: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 40 લાખથી વધુ બેરોજગારો છે અને તેઓ વારંવાર પેપર ફુટવાની ઘટનાથી હતાશામાં ઘેરાઈ ગયા છે. સાથેસાથે કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓનું પણ શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં આખરે ક્યા સુધી સરકાર લોકોનું શોષણ કરતી રહેશે.

કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ સમસ્યાઓ દૂર થશે


તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા એક લાખ દસ હજાર કરારી કામદારોને નિયમીત કરીને સ્પેશ્યલ પે પ્રોટેક્શનની જોગવાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે તેમને જુની પેન્શન યોજનાનો પણ લાભ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. માનવિય દ્રષ્ટિકોણથી આજ પ્રમાણે કોંગ્રેસ 2022માં સત્તામાં આવતાની સાથે જ કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓને કાયમી કરશે તથા ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ પણ આપશે.

આ પણ વાંચો: સુત્રાપાડા નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવામાં આવેલ ચોપાટી વિવાદ સપડાઈ

વટહુકમમાં ઘણી બાબતો હજી સ્પષ્ટ છે જ નહીં


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા જે ઈમ્પેક્ટ ફીનો અવિચારી વટહુકમ લાદવામાં આવેલો છે. તેના કારણે ગુજરાતની જનતા ઉપર 20 હજાર કરોડથી વધારે દંડ વસુલવામાં આવે તેવી વકી છે. પ્રજા તો સરકારને ટેક્ષ આપેલ જ છે. આ વખતના વટહુકમમાં ઘણી બાબતો હજી સ્પષ્ટ છે જ નહીં. જેમ કે, શું 2011 પહેલા બી.યુ પરમીશન ન હતી, ત્યારે જે રજા ચિઠ્ઠીએ પરમીશન મળતી હતી તે રજા ચિઠ્ઠીને અધિકૃત ગણવામાં આવશે કે નહીં ? હાઉસીંગ બોર્ડના મકાનોમાં 2006માં ગુજરાત સરકારે દંડ વસુલ્યો હતો તે શા માટે ઈમ્પેક્ટ ફી ના નામે ફરીથી વસુલવામાં આવી રહેલ છે ?

સરકાર રોશની છીનવીને ચશ્માનું દાન કરે છે: ડૉ. જીતુ પટેલે


તેમણે આગળ જણાવ્યુ હતુ કે, આ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા, અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષે ઐતિહાસીક નિર્ણય કરેલ છે કે, મહાનગરો, શહેરી સત્તામંડળો, નગરપાલિકા વિસ્તારોમાં આવતા રહેણાંકના મકાનો માટે કોંગ્રેસ 2022માં સત્તામાં આવતાની સાથે જ ઈમ્પેક્ટ ફીનો અવિચારી કાયદો દુર કરીને પોતાની જગ્યામાં કરેલા અનઅધિકૃત બાંધકામોને એકપણ રૂપિયો લીધા સિવાય નિયમીત કરશે અને જનતા પ્રત્યેની જવાબદારીનું વહન કરશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, BJP Vs Congress, Gujarat Assembly Election 2022, Gujarat Elections

विज्ञापन