અમદાવાદઃ નવી સિવિલમાં બાળકી બાદ અન્ય જોડીયા બાળકનું મોત

નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જોડિયા બાળકો પૈકી એક બાળકીનું 32 કલાકમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આજે રવિવારે બીજા બાળકનું પણ મોત થયું છે.

News18 Gujarati
Updated: July 14, 2019, 2:50 PM IST
અમદાવાદઃ નવી સિવિલમાં બાળકી બાદ અન્ય જોડીયા બાળકનું મોત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 14, 2019, 2:50 PM IST
વિભુ પટેલ, અમદાવાદઃ નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જોડિયા બાળકો પૈકી એક બાળકીનું 32 કલાકમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આજે રવિવારે બીજા બાળકનું પણ મોત થયું છે. ડોક્ટરની બેદરકારીના કારણે જોડિયા બંને બાળકોના મોત થયા હોવાનું પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. આ કેસ અંગે સીએમઓનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે બાળકોની પુરેપુરી કાળજી લેવામાં આવી હોવાનું જણાવયું હતું.

નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો. અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, સોલા સિવિલથી દર્દીને અહીંયા ટ્રાન્સ્ફર કરવામાં આવ્યું હતું. ડિલિવરી નવી સિવિલ હોસ્પિટલમાં થઇ હતી. પ્રીમેચ્યોર ડિલિવરી થઇ હતી.

જેના કારણે જન્મ સમયે એક બાળકનુ જન 900 ગ્રામ હતું. જોકે, સારવાર દરમિયાન ઇન્સ્ફેક્શન લાગ્યું હતું. બાળકોની પુરે પુરી કાળજી લેવામાં આવીહતી. જે ફરિયાદ થઇ છે તેની પુરી તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ-માંડલ હત્યા કેસમાં યુવતીનું પોલીસ સમક્ષ મોટું નિવેદન, યુવતી ગર્ભવતી નથી

ઉલ્લેખનીય છે કે, સાણંદનાગરોળિયા ગામના રહેવાસી ગર્ભવતી મહિલાને પ્રસુતી પીડા ઉપડતા સોલા સિવિલ હોસ્પિટલમાં લાગવામાં આવ્યા હતા. જ્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. 7 જુલાઇના દવિસે મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, એક બાળકીનું મોત થયું હતું.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...