Home /News /ahmedabad /અમદાવાદ પોલીસને વધુ એક પડકાર, સમી સાંજે ભરચક વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો
અમદાવાદ પોલીસને વધુ એક પડકાર, સમી સાંજે ભરચક વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો
લૂંટ વીથ ફાયરીંગ
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી ફાયરીંગ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટ નો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી ફાયરીંગ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. હંમેશા માટે અનેક લોકોની અવરજવર અને ભરચક વિસ્તાર એવા જમાલપુર વિસ્તારમાં સમી સાંજે ફાયરિંગ વિથ લુટનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
આરોપી બેગ છીનવીને ફરાર થઈ ગયો
જમાલપુરથી કાચની મસ્જિદ નજીકના રોડ પરથી ઝવેરી વાડ તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને એક શખ્સ લોખંડનો રોડ મારી તેમજ ફાયરિંગ કરી તેની પાસે રહેલ ત્રણ બેગમાંથી એક બેગ છીનવીને ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ઝવેરી વાડમાં આવેલ રામેશ્વર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીઓ જમાલપુર થી ઝવેરી વાડ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન કાચની મસ્જિદ પાસે રોડ પર આ બનાવ બન્યો હતો. લૂંટારૂએ આંગડિયા પેઢીના કર્મચારીને ચહેરાના વાગે લોખંડનો રોડ માર્યો હતો અને એક રાઉન્ડ હવામાં પણ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે કુલ ત્રણ બેગ હતી જેમાં રોકડ રકમ હતી. જોકે લૂંટારૂ એક બેગ લઈને ભાગી જવામાં સફળ થયો છે. જેમાં કેટલા રૂપિયા હતા તેની પણ આંગડિયા પેઢીના માલિક દ્વારા કરાઈ કરવામાં આવી રહી છે. જો કે આ બેગમાં અંદાજિત 25 લાખ જેટલી રકમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે, આટલા ભરચક વિસ્તારમાં આ પ્રકારે લાખોની લૂંટ કરીને આરોપી બિન્દાસ ફરાર થઈ જાય છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અમદાવાદા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.