હવે મોદી સરકાર વિરૂધ્ધ સત્યાગ્રહ કરશે અણ્ણા હજારે, કહ્યું અમારો ભરોસો તોડ્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
હવે મોદી સરકાર વિરૂધ્ધ સત્યાગ્રહ કરશે અણ્ણા હજારે, કહ્યું અમારો ભરોસો તોડ્યો
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે લોકપાલને લઇને ફરી એકવાર આંદોલન કરવાની તૈયારીમાં છે. આ વખતે એમના નિશાને છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર. અણ્ણાએ મોદી સરકાર પર લોકપાલ કાયદો લાગુ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં લોકપાલ બિલ લાગુ ન કરી એમણે જનતાનો ભરોસો તોડ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે લોકપાલને લઇને ફરી એકવાર આંદોલન કરવાની તૈયારીમાં છે. આ વખતે એમના નિશાને છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર. અણ્ણાએ મોદી સરકાર પર લોકપાલ કાયદો લાગુ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં લોકપાલ બિલ લાગુ ન કરી એમણે જનતાનો ભરોસો તોડ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ફર્સ્ટ પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું કે, તેઓ લોકપાલ માટે મોદી સરકાર વિરૂધ્ધ દિલ્હીના રામલીલી મેદાનમાં સત્યાગ્રહ કરશે. આ પહેલા 2011માં તેઓ મનમોહનસિંહની સરકાર વિરૂધ્ધ મોટું આંદોલન કરી ચૂક્યા છે. અણ્ણાએ કહ્યું કે, આ સત્યાગ્રહ છેલ્લા કેટલાક દિવસોથી મારા મનમાં ચાલી રહ્યો હતો. મેં વડાપ્રધાનને આ મામલે પત્ર લખીને સવાલ પુછ્યો કે છેવટે એમની સરકાર લોકપાલની નિમણુંકને ગંભીરતાથી કેમ નથી લેતી, એમણે કહ્યું કે રામલીલા મેદાન પર 2011માં એમની ભૂખ હડતાલથી દેશનું ધ્યાન એમની તરફ ગયું હતું. એ બાદ સંસદમાં લોકપાલ બિલ પાસ કરવામાં તેઓ સફળ થયા હતા. પરંતુ હવે વર્તમાન સરકાર લોકપાલ નિમણુંક માટે આનાકાની કરી રહી છે. જેથી હવે સત્યાગ્રહ કર્યા સિવાય એમની પાસે બીજો કોઇ રસ્તો રહ્યો નથી. અણ્ણાએ કહ્યું કે, મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી તો મને ભરોસો હતો કે આ સરકાર લોકપાલ નિમણુંક કરશે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી હજુ સુધી આ થઇ શક્યું નથી.
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर