Home /News /ahmedabad /Amul Price hike: જનતાને મોંઘવારીનો વધુ એક માર, અમૂલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો
Amul Price hike: જનતાને મોંઘવારીનો વધુ એક માર, અમૂલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો
(ફાઇલ તસવીર)
આણંદ અમૂલે દૂધની (Amul Milk)વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધોરો થયો છે. જેના પગલે મસ્તી દહીં 400 ગ્રામ 2 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યાં જ મસ્તી દહીંના એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે.
સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. આણંદ અમૂલે દૂધની (Amul Milk)વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધોરો થયો છે. જેના પગલે મસ્તી દહીં 400 ગ્રામ 2 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યાં જ મસ્તી દહીંના એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે.
આણંદ અમૂલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો
મસ્તી દહીં 400 ગ્રામ 2 રૂપિયાનો વધારો મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1રૂપિયાનો વધારો મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો છાસ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો છાસ 170 મિલી પાઉચમાં 1રૂપિયાનો વધારો અમૂલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1રૂપિયાનો વધારો
અમૂલની વિવિધ પ્રોડક્ટ પર થયેલો ભાવ વધારો આવતી કાલથી લાગુ થશે. અને નવી કિંમતો અનુસાર ગ્રાહકોએ અમૂલના મસ્તી દહીં, છાસ અને લસ્સી પર ચૂકવવાના રહેશે. જોકે આ ભાવ વધારાના પગલા જનતાને પેટ્રોલ, ડીઝલ બાદ વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.
જણાવી દઇએ કે, અગાઉ અમૂલ દૂધની નવી કિંમતોમાં 1 માર્ચ 2022 નારોજ વધારો કરાયો હતો. જેમા કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો હતો. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાં જ હવે અમૂલે લસ્સી, છાસ અને દહીંના ભાવનમાં વધારો કરતા જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.