Home /News /ahmedabad /ગુજરાતમાં SBI બેંકના ATM માંથી પૈસા કપાઈ ગયા પણ વિડ્રોલ નથી થયા તો ચેતી જજો?
ગુજરાતમાં SBI બેંકના ATM માંથી પૈસા કપાઈ ગયા પણ વિડ્રોલ નથી થયા તો ચેતી જજો?
આ મામલે એસબીઆઈ બેંકની પણ એક બેદરકારી પણ સામે આવી છે.
એસબીઆઈ બેંકની પણ એક બેદરકારી પણ સામે આવી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે એસબીઆઈના એટીએમની બહાર કોઈ ગાર્ડ ન હોવાથી તેઓએ અનેક એટીએમ સેન્ટરને ટાર્ગેટ કર્યા હતા.
અમદાવાદ: તમે એટીએમમાં ગયા છો અને નાણાં વિદ્રોલ નથી થયા તો તેની પાછળ બેન્કની ભૂલ તો હશે જ પણ સાથે એક ગેંગની કારીગરી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. એક એવી ગેંગ પોલીસે પકડી છે જે ડીવાઇસનો ઉપયોગ કરી બેન્ક એટીએમ મશીનમાં નુકશાન કરી ચોરી કરતી હતી. આંતર રાજ્ય ગેંગના આ સભ્યોની કારીગરી જાણી પોલીસ પણ ચોંકી ગઈ છે. આરોપીઓએ ગુજરાતભરમાં 75 થી વધુ એસબીઆઈ બેંકના એટીએમમાં નુકશાન કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પકડમાં આવેલા આ શખ્સો રોહિતસિંગ વિજય બહાદુરસિંહ, વિમલ પાલ, ધીરેન્દ્રકુમાર ઉર્ફે નાનુ પાલ છે. આ ત્રણેય આરોપીઓ મૂળ યુપીના છે. અને તેમનો મુખ્ય સાગરીત અશોકસિંગ છે. જે આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે એટીએમ મશીનમાં બેંકના 19 ગ્રાહકોના 92 હજાર વિદ્રોલ થયાનો મેસેજ આવ્યો હતો છતાંય પૈસા નિકળયા નહોતા. બાદમાં તપાસ કરતા મશીનમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી તપાસતા 40 એટીએમના 2.28 લાખનું નુકશાન થયું હતું અને 92 હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમે તપાસ દરમિયાન આ આંતર રાજ્ય ગેંગની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીઓ દ્વારા એક ડિવાઇસ લગાવી મશીનને નુકશાન પહોંચાડવામાં આવતું હતું. જે રૂપિયા ગ્રાહકના મશીનમાંથી નીકળવાના હોય તે આ આરોપીઓ મશીનની પાછલથી ડિવાઇસ દ્વારા ખેંચી લેતા હતા. મુખ્ય આરોપી અશોક સિંગ એટીએમ માટેના ડીવાઇઝ આ આરોપીઓને પ્રોવાઇડ કરતો હતો. આ ડીવાઇસ લગાવ્યા બાદ સર્વર ડાઉન કરવાનું કામ વિમલ કરતો હતો. વિમલ બીએસસીનો અભ્યાસ કરી ચુક્યો હોવાથી ટેક્નિકલ કામ તે કરતો હતો. અને આરોપી ધીરેન્દ્ર કુમાર મશીન ક્યાં કેવી રિતે લગાવ્યા છે તેની રેકી કરવાનું કામ કરતો હતો. બાદમાં એટીએમ મશીનમાંથી જ્યાંથી રૂપિયા બહાર આવે તે જગ્યાએ લાગેલ ગિયર, શટર એસેમ્બલી, પ્રેઝન્ટર મોડ્યુલ ને નુકશાન પહોંચાડી ચિપિયા વડે એટીએમમાં ફસાયેલા નાણાં બહાર કાઢી લેવાની મોડસઑપરેન્ડિ આરોપીઓ ધરાવે છે.
એસબીઆઈ બેંકની પણ એક બેદરકારી પણ સામે આવી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે એસબીઆઈના એટીએમની બહાર કોઈ ગાર્ડ ન હોવાથી તેઓએ અનેક એટીએમ સેન્ટરને ટાર્ગેટ કર્યા હતા. 75 જેટલા સેન્ટર પર આરોપીઓએ માત્ર બે મહિનામાં જ આટલી બધી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ કામ તમામ કરી દે બાદમાં બેંકના એટીએમ બંધ થઈ જાય ત્યારે જ બેન્ક અધિકારીઓને જાણ થતી જે પણ એક બેદરકારી સામે આવી છે.