Home /News /ahmedabad /Ahmedabad: અહી આવેલી છે સરદારની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમાં; આવી રીતે સરદારને કરાયા યાદ

Ahmedabad: અહી આવેલી છે સરદારની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમાં; આવી રીતે સરદારને કરાયા યાદ

સરદાર પટેલના વારસદારો પણ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ ખાતે આવેલા સરદારધામમાં 147મી સરદાર જયંતિના શુભ દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.147મી સરદાર જયંતિ એ સરદાર સાહેબના પાવન ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Parth Patel, Ahmedabad: 31 ઓક્ટોબર એટલે સરદાર જયંતિ. આ દિવસ દરેક ભારતીય માટે એકતાનો દિવસ ગણાય છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા સરદારધામમાં 147મી સરદાર જયંતિના શુભ દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

147મી સરદાર જયંતિ એ સરદાર સાહેબના પાવન ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે અસરદાર સરદાર વિષય પર ખ્યાતનામ મોટીવેશનલ વક્તા શૈલેષભાઈ સગપરિયાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થાના પ્રમુખ સેવક અને વિદ્યાર્થીઓએ પણ સરદાર પટેલની ગાથા લોકો સમક્ષ રજૂ કરી હતી.



સરદાર પટેલના વારસદારો પણ ઉપસ્થિત રહ્યા હતા

ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા સંસ્થાએ તેમનું સમ્માન કરી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના નિર્માણ સાથે રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.



આ સાથે સરદારધામમાં ઘણી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. જેમાં સરદારધામ ઈન્સ્ટિટ્યૂટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, UPSC & GPSC તાલીમ કેન્દ્ર, દીકરી સ્વાવલંબન યોજના અને યુવા તેજ-તેજસ્વિની સંગઠન જેવા લક્ષ્યબિંદુઓ સાથે કામ કરે છે.



પાટીદાર સમુદાયના ઉજ્જવળ ભવિષ્યના ભાગરૂપે જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજીની 21મી સદીમાં યુવાનોના સંકલિત વિકાસનું મુખ્ય પ્રેરક છે અને ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના યુગમાં યુવાન છોકરા-છોકરીઓએ ગતિ જાળવી રાખવા માટે સક્ષમ બનવું જોઈએ.

પ્રતિમાની ડિઝાઈન પદ્મભૂષણ રામ વી. સુતાર દ્વારા તૈયાર કરાઈ

ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવેલી છે. તેની ઊંચાઈ 182 મીટર (597 ફૂટ) છે. પરંતુ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે. તેની ઊંચાઈ 50 ફૂટ છે. જે કાંસામાંથી બનેલી 70,000 કિલોગ્રામ વજનવાળી છે.



સરદારધામમાં સ્થાપિત કરાયેલી સરદાર પટેલની પ્રતિમાની ડિઝાઈન પદ્મભૂષણ રામ વી. સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એ જ શિલ્પકાર છે. જેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરી હતી. સરદાર પટેલ એ સંકલિત ભારતના શિલ્પી, સ્વાતંત્ર્ય સંગ્રામના જબરદસ્ત વ્યક્તિત્વ અને ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા.
First published:

Tags: Ahmedabad news, Birth anniversary, Sardar Patel

विज्ञापन