ગાંધીનગર: વરસાદી વાતાવરણ (Gujarat Monsoon)માં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય (Gujarat Education Department) ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સામે આવ્યો છે.સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી (Education Minister Jitubhai Vaghani)એ જણાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે થયેલ પરામર્ષ બાદ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.
વિદ્યાર્થીઓના હિતમાં વરસાદી વાતાવરણની સ્થિતિમાં શાળા/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી સાથે કરેલ પરામર્ષ બાદ શિક્ષણ વિભાગ, રાજ્ય સરકારનો નિર્ણય#GujaratRainspic.twitter.com/L7aH3anhOA
વધુમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટર, મ્યુનિ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં જે રીતે છેલ્લા 4 દિવસમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે જેના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 65 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 94 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાત સહિત અન્ય ભાગોમાં 46 ટકા વધુ વરસાદ વરસ્યો છે. હજુ પણ ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ દરિયો પણ તોફાની બનવાની સંભાવના છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યાં જ સાવચેતીના પગલા સ્વરૂપે રાજ્યમાં NDRF ની ટીમો પણ તૈનાત કરી દેવાઇ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર