અમદાવાદમાં 079 સ્ટોરીઝ (079 Stories) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. આ પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં 079 સ્ટોરીઝ ( 079 Stories )ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક ( Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. આ પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે.
આ પ્રદર્શન એ કલાકારોએ બનાવેલી ડિઝાઇન, કલા અને સર્જનાત્મકતાની જરૂરિયાતને પૂરી કરે છે. શરૂઆતથી જ આ ગેલેરીએ યુવા ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ આપ્યું છે. આ શાંત જગ્યામાં આર્ટ ગેલેરી, વર્કશોપની જગ્યા અને એમ્ફીથિયેટરનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં કુલ 15 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં આપણે કાકોલી સેનના પેઈન્ટિંગ વિશે જાણીએ.
કાકોલી સેન એ જણાવ્યું કે તેમની કૃતિઓમાં હળવા આનંદી ગમગીનીને સૂક્ષ્મ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં અક્ષરો, વિન્ડોપેન્સ, હોકાયંત્ર, ઘડિયાળ, દાદાની ઘડિયાળ દ્વારા દિવસો, કલાકો, મહિનાઓ એક અદ્ભુત નિયમિતતા સાથે દર્શાવ્યા છે. તેમણે સમયની જાળ દ્વારા સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત પ્રકૃતિ છે.
આ સ્ત્રોતમાં સવારની ઝાકળ, કુદરતી ફૂલો, પક્ષીઓ, ટેકરીઓ, ધુમ્મસમાંથી બનતા અને ઓસરતા આકારનો સમાવેશ થાય છે. જ્યાં કોઈ અસ્તિત્વમાં નથી ત્યાં દરેક વસ્તુની ઊંડાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરી વર્ણન કરી રહ્યા છે. તેમણે સ્ત્રી આધારિત થીમ્સમાં નારીવાદી કૃતિઓ રજૂ કરી છે. જેમાં મહિલાઓ અવકાશમાં પહોંચે છે, મદદ માટેના હાથ તથા તારાઓને સ્પર્શ કરવો જેવા સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે.આ ઉપરાંત કેટલીક ભૂમિકાઓનો સમાવેશ કર્યો છે. જેમાં એક સર્જક, રક્ષક, માતા, બાળક, મિત્ર, પીડિત, વિજેતા, ઈનચાર્જ, પ્રેમાળ અને ઈર્ષ્યાનું વર્ણન પણ જોવા મળે છે.