Home /News /ahmedabad /Ahmedabad: અપૂર્ણતાને પૂર્ણ કરતા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું: આ છે પેઈન્ટિગની ખાસિયત

Ahmedabad: અપૂર્ણતાને પૂર્ણ કરતા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું: આ છે પેઈન્ટિગની ખાસિયત

મનુષ્ય

મનુષ્ય પોતાની ધારણાઓના આધારે જીવન જીવે છે

079 સ્ટોરીઝ (079 Stories) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી ખાતે અપૂર્ણતાને પૂર્ણ કરતા પેઈન્ટિંગ્સ પ્રદર્શન કરાયું.પ્રદર્શનમાં કુલ 15 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા

    Parth Patel,  Ahmedabad: અમદાવાદમાં 079 સ્ટોરીઝ (079 Stories) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. આ પ્રદર્શન ગેલેરીમાં સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે.

    પ્રદર્શનમાં કુલ 15 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા

    આ પ્રદર્શન એ કલાકારોએ બનાવેલી ડિઝાઈન, કલા અને સર્જનાત્મકતાની જરૂરિયાતને પૂરી કરે છે. શરૂઆતથી જ આ ગેલેરીએ યુવા ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ આપ્યું છે. આ શાંત જગ્યામાં આર્ટ ગેલેરી, વર્કશોપની જગ્યા અને એમ્ફીથિયેટરનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં કુલ 15 પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં આપણે અમી પટેલના પેઈન્ટિંગ વિશે જાણીએ.

    અમી પટેલે જણાવ્યું કે તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. અને ત્યાંથી જ તેમણે કમાણી કરવાની શરૂઆત કરી હતી. તેમણે ફાઈન આર્ટ્સમાં સ્નાતકની પદવી પણ મેળવી છે. તેમણે ઘણા સોલો અને ગ્રુપ શો કર્યા છે. તેમનું કામ એ છે કે પ્રકૃતિ અને જીવનના પાંચ તત્વો કે જે અનિવાર્યતા દ્વારા પ્રેરિત અને કુદરતી સંતુલન માટે આપણા અસ્તિત્વને સક્ષમ બનાવે.

    આ પણ વાંચો: હાટ બજારમાં ગ્રામ્ય કારીગરોને મળ્યું મોકળું મેદાન; હસ્તકલાની આટલી આઈટમો છે ઉપલબ્ધ

    મનુષ્ય પોતાની ધારણાઓના આધારે જીવન જીવે છે

    મનુષ્ય પોતાની ધારણાઓના આધારે જીવન જીવે છે. દરેકની પોતાની માન્યતાઓ, વર્તન અને અનુભવો કામમાં અનુવાદિત થાય છે. તેમના માટે જીવન એ અનુભવોનું પડ છે. તેઓ જીવનને નિરાકાર અને અનંત એમ બંનેમાં વ્યાખ્યાયિત કરે છે. તેમની કળાનો જન્મ અપૂર્ણતામાં પૂર્ણતા કરવા જ થયો છે. જે વિવિધ સ્તરોનું નિરૂપણ કરે છે. જેમાં ધાતુ, લાકડું અને માટી, કેટલાક અઘરા તો કેટલાક નરમ.

    વધુમાં જણાવતા કહ્યું કે જીવન એક માયાજાળ છે. તેથી ક્ષણમાં જીવો અને અનુભવ કરો. આ ઉપરાંત તેમને ઘણા બધા પુરસ્કારો જેવા કે મહારાષ્ટ્ર રાજ્ય કલા પુરસ્કાર, ભારત સરકારની 2 વર્ષ માટેની શિષ્યવૃત્તિ, બોમ્બે આર્ટ સોસાયટી મેરિટ સર્ટિફિકેટ, આર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા એવોર્ડ, રઝા મેરિટ સ્કોલરશીપ વગેરે પણ મળ્યા છે.

    સરનામું : રાજપથ રંગોલી રોડ, શાશ્વત બંગ્લોઝની સામે, પીઆરએલ કોલોની, બોડકદેવ, અમદાવાદ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art exhibitions, Art Gallery Exhibition, અમદાવાદ

    विज्ञापन
    विज्ञापन