Home /News /ahmedabad /એક વર્ષ પેહલા અમેરિકાથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપત્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો, મહિલાનું મોત

એક વર્ષ પેહલા અમેરિકાથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપત્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો, મહિલાનું મોત

આ વૃદ્ધ દંપતિ અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ ચાર મહિનાથી અર્ચીડ એક્ઝેટીકામાં રહેવા આવ્યા હતા.

આ વૃદ્ધ દંપતિ અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ પ્રહલાદ નગર રહેતા હતા અને ચાર મહિનાથી અર્ચીડ એક્ઝેટીકામાં રહેવા આવ્યા હતા. આ વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા.

અમદાવાદ: મકરબામાં કોર્પોરેટ રોડ પાસે ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન પત્નીનું મોત હતું અને પતિને સારવારા અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આપઘાત કરતા પહેલા દંપતીએ આપઘાતને લઈને મેસેજ પણ કર્યો હતો. એક વર્ષ પહેલાં જ અમેરિકાથી અમદાવાદ આવેલા દંપતીના આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મકરબા પાસે આવેલા ઓર્ચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિએ પોતાના હાથ અને ગળામાં નાઈફ વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું છે. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.જ્યારે એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Video: હુબલીમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક

કોર્પોરેટ રોડ નજીક આવેલા ઓર્ચીડ એક્ઝોટીકામાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મેસેજ પોલીસ કન્ટ્રોલને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ફ્લેટના સાતમા માળે પહોંચી ત્યારે કિરણભાઈ અને તેમના પત્ની ઉષાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસ તપાસ કરતા આ દંપતીએ આપઘાત કરતા પહેલા પોતાના ભત્રીજા અને પારિવારિક ડોક્ટરને વોટ્સએપનો મેસેજ કર્યો હતો. સવારે 7 વાગે મેસેજ મળતા ભત્રીજાએ પોલીસ કન્ટ્રોલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં કિરણભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દંપતી અમેરીકાથી એક વર્ષ પહેલા જ અમદાવાદ આવ્યા હતા.

આ વૃદ્ધ દંપતિ અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ પ્રહલાદ નગર રહેતા હતા અને ચાર મહિનાથી અર્ચીડ એક્ઝેટીકામાં રહેવા આવ્યા હતા. આ વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા. તેમને કોઈ સંતાન નહતું. આ દંપતીના આપઘાત પાછળ શું કારણ છે જેને લઈને પોલીસે પરિવારના નિવેદન અને કોલ ડિટેઇલન્સની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, એનઆરઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन