Home /News /ahmedabad /મતદારોને જગાડવા અનોખો પ્રયાસ: ગુજરાત યુનિવર્સિટીએ બનાવી અદ્ભૂત એનિમેશન ફિલ્મ

મતદારોને જગાડવા અનોખો પ્રયાસ: ગુજરાત યુનિવર્સિટીએ બનાવી અદ્ભૂત એનિમેશન ફિલ્મ

એનિમેશન ફિલ્મ દ્વારા લોકોમાં આવશે મતદાન જાગૃતિ.

Voting awareness campaign: વિધાનસભા ચૂંટણીમાં મતદાનના દિવસે અનેક સંસ્થાઓ મતદારોને મતદાન કરવા પ્રેરવા માટે વિવિધ સ્કીમો રાખતા હોય છે. કોઈ ઢોલ નગારા લઈ સોસાયટીમાં ફરી લોકોને મતદાન કરવાની અપીલ કરતા હોય છે તો કોઈ મતદાન  કરનાર મતદાતા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખતા હોય છે

વધુ જુઓ ...
અમદાવાદ: લોકશાહીનું પર્વ એવો વિધાનસભા ચૂંટણીનો અવસર આવી ગયો છે. લોકો મત આપવાના અધિકારનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વને ઉજવે તે હેતુથી અનેક સંસ્થાઓ મતદાન જાગૃતિ અભિયાન ચલાવે છે. અને આ વિધાનસભા ચૂંટણીમાં પણ લોકો વધુને વધુ મતદાન કરે તેને લઈ એક એનિમેશન ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ગુજરાત યુનિવર્સિટીએ બનાવી છે.

એનિમેશન ફિલ્મ દ્વારા લોકોમાં આવશે મતદાન જાગૃતિ

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઈ ચુકી છે અને હવે ચૂંટણીને લઈ શાંતિ પૂર્ણ મતદાન થાય તે માટે તંત્ર તૈયારીમાં પણ લાગી ગયું છે. ઘણીવાર લોકો મતદાનના દિવસે રજા હોય બહાર ફરવા ઉપડી જતા હોય છે. તો ઘણા આળસના લીધે મતદાન કરવા જતાં નથી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુટણીમાં લોકો ઘરની બહાર નીકળી મતદાન મથક સુધી પહોંચે અને મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમજ મતદારોને જાગૃત કરવા માટે ગુજરાત યુનિવર્સિટીએ એક અનોખો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: વધુ એક અભિનેતાએ જિમમાં ગુમાવ્યો જીવ, માત્ર 46 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ

ગુજરાત યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓએ એક અનોખો મેસેજ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. જે પ્રકારે આજકાલ સોશિયલ મિડિયાનો વ્યાપ વધ્યો છે. અને સોશિયલ  મિડિયાના દરેક પ્લેટફોર્મ પર લાઈક્સ મેળવવાની હોડ યુવાઓમાં જામી છે તેવામાં ફેસબુક હોય, ટ્વીટર હોય, ઈન્સ્ટાગ્રામ હોય કે વોટ્સએપ હોય તમામમાં લાઈક્સના ક્લીક આધારે પ્રસિદ્ધ થયા છે ત્યારે દર પાંચ વર્ષે આવતી ચૂંટણીમાં મતદાન માટે ક્લિક કેમ નહિં તે દર્શાવવાનો પ્રયાસ થયો છે. જે દર પાંચ વર્ષે આવે છે તે ચૂંટણીના વોટ પર ક્લિક કેમ નહિ... યોર વોટ, યોર વોઈસ, યોર રાઈટના આધારે આ ફિલ્મ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.

મહત્ત્વનુ છે કે વિધાનસભા ચૂંટણીમાં મતદાનના દિવસે અનેક સંસ્થાઓ મતદારોને મતદાન કરવા પ્રેરવા માટે વિવિધ સ્કીમો રાખતા હોય છે. કોઈ ઢોલ નગારા લઈ સોસાયટીમાં ફરી લોકોને મતદાન કરવાની અપીલ કરતા હોય છે તો કોઈ મતદાન  કરનાર મતદાતા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખતા હોય છે ત્યારે આ વખતે એનિમેશન ફિલ્મ દ્વારા મતદારોને જગાડવાનો ગુજરાત યુનિવર્સિટીનો પ્રયાસ સરાહનીય છે.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Gujarat Assembly Election, Gujarat Assembly Elections 2022, Gujarat University's

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन