Home /News /ahmedabad /Amul Milk Price hike: અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે

Amul Milk Price hike: અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે

Price increase in Amul milk: સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે.

સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દૂધની (Amul Milk)કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 1 માર્ચ 2022થી લાગુ થશે.

જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.

આ પણ વાંચો- શું યુદ્ધ પુરું થશે? બેલારુસમાં થશે Russia Ukraine વચ્ચે ઐતિહાસિક મંત્રણા

આ નવા ભાવ વધારા અંતર્ગત આવતી કાલથી અમૂલ તાજા 500 ml 24 રૂપિયાના હિસાબે મળશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 30 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 24 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 27 રૂપિયા થયો છે.

આ પણ વાંચો- સુરત: વિદ્યાર્થીની બેગમાં પુસ્તકની જગ્યાએ હથિયારો નીકળ્યા, જાણો કોને પાસેથી લાવ્યો હતો હથિયાર

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ ગયા વર્ષે જુલાઈમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારો અમૂલ દૂધની તમામ બ્રાન્ડ પર લાગુ થશે.

લગભગ આઠ મહિના બાદ ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જીસીએમએમએફએ જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચમાં વધારો ભાવમાં વધારાનું કારણ છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉર્જા, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પશુ આહારના ભાવમાં વધારાને કારણે દૂધની કિંમતમાં વધારો થયો છે. વધેલી કિંમતો 1 માર્ચ 2022થી લાગુ થશે.

કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમૂલે તેની તાજા દૂધની શ્રેણીના ભાવમાં વાર્ષિક માત્ર 4 ટકાનો વધારો કર્યો છે. GCMMF અનુસાર તેને ગ્રાહકો પાસેથી મળેલા દરેક રૂપિયા 1માંથી તે લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને વહેંચે છે.
First published:

Tags: Amul milk price, Amul milk price hike, Gujarati news, Inflation, Latest gujarati news, Retail inflation

विज्ञापन