બોપલ ટાંકી દુર્ઘટના અંગે અમિત શાહે કલેક્ટર સાથે વાત કરી

News18 Gujarati
Updated: August 12, 2019, 3:34 PM IST
બોપલ ટાંકી દુર્ઘટના અંગે અમિત શાહે કલેક્ટર સાથે વાત કરી
અમિત શાહ (ફાઇલ ફોટો)

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે અમદાવાદ કલેક્ટર અને સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની જાણકારી મેળવી હતી.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગરઃ અમદાવાદના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલની બાજુમાં આવેલી વર્ષોજૂની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં નીચે કામ કરતા મજૂરો પૈકી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે અમદાવાદ કલેક્ટર અને સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત મૃતકોના પરિવારને સાંત્વના અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી છે. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખના સમયે ઇજાગ્રસ્તોની સાથે રહીને તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ-બોપલની મોતની ટાંકી : કોઈનો પગ છૂંદાયો, કોઈનું માથું ફાટ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે રશિયા ખાતેના પ્રવાસે છે ત્યાંથી આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રશિયાથી અમદાવાદના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી અને દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી અને અમદાવાદના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સુચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદ : બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3 લોકોનાં મોત, 6 ઇજાગ્રસ્ત

મૃતકોના નામની વાત કરીએ તો મૃતકોમાં રવિ જાદવ, રામદરી કુશવાહ, વિક્ર્મ ભૌમિકનો સમાવેશ થાય છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોમાં સુશીલ દિવાકર, અજય દિવાકર, જયરામ, અઠ્ઠાદારામ, કિશોર, ચેહર ઠાકોરનો સમાવેશ થાય છે.
Loading...

દુર્ઘટના અંગે ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, બોપલમાં આવેલી ટાંકી ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોને બહાર કાઢી બચાવ્યા છે. 3 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકો યુપી અને બિહારના છે. પાણીની ટાંકી જૂની હતી. વરસાદના કારણે જમીન બેસી જાય અને જૂની ઇમારત પડી જાય છે. જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...