'કોંગ્રેસને પાક. સાથે ઈલુ-ઈલુ કરવું હોય તો કરે, અમે તો ગોળાથી જ આપીશું'

પુલવામા હુમલાનો એર સ્ટ્રાઈક કરી જવાબ આપ્યો. બદલો લેવાની આ ઘટના બાદ પૂરા દેશમાં ખુશીનો માહોલ હતો, લોકો ફટાકડા ફોડતા હતા ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર માતમ જેવો માહોલ હતો

News18 Gujarati
Updated: April 15, 2019, 7:08 AM IST
'કોંગ્રેસને પાક. સાથે ઈલુ-ઈલુ કરવું હોય તો કરે, અમે તો ગોળાથી જ આપીશું'
અમિત શાહ રાંધેજામાં
News18 Gujarati
Updated: April 15, 2019, 7:08 AM IST
રાજ્યની 26 બેઠકો માટે મતદાન થવાની તારીખ નજીક છે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે એડિચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આજે અમિત શાહે સવારથી જ ગાંધીનગર લોકસભાની બેઠકની તમામ વિધાનસભા બેઠકો પર પ્રચાર કર્યો હતો. અમિત શાહે આ અંતર્ગત ગાંધીનગરના રાંધેજામાં જનસભા સંબોધી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ભાજપને જીતાડવા આહવાહ્ન કર્યું હતું.

અમિત શાહે આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 30 વર્ષથી ભારત આંતકવાદી હુમલા સહન કરી રહ્યું હતું પરંતુ કોંગ્રેસે ક્યારે પણ જવાબ આપવાનું વિચાર્યું સુદ્ધા નથી. અમે ઉરી હુમલો કર્યો તો સર્જિકલ સ્ટ્રાઈક કરી, પુલવામા હુમલાનો એર સ્ટ્રાઈક કરી જવાબ આપ્યો. બદલો લેવાની આ ઘટના બાદ પૂરા દેશમાં ખુશાનો માહોલ હતો, લોકો ફટાકડા ફોડતા હતા ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર માતમ જેવો માહોલ હતો, મને એમ થાય છે કે, પાકિસ્તાનમાં આતંકીઓ પર હુમલો કરીએ તેમાં આમને શું થાય છે, એમનું શું બગડી જાય છે. રાહુલ ગાંધીના ગુરી સામ પિત્રોડા પાકિસ્તાનનો પક્ષ લઈ કહે છે, કે પાંચ સાત આતંકીઓને કારણે પાકિસ્તાનને કેમ સજા અપાય.

અમિત શાહે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢી 70 વર્ષથી ગરીબી હટાવો માટે કામ કરી રહી છે, જે આજ દીન સુધી કશું જ ન કરી શકી, હવે રાહુલ બાબા કહે છે હું ગરીબી હટાવી દઈશ. હવે આટલા વર્ષોમાં તેમના વડવા કઈં ન કરી શક્યા તો રાહુલ બાબા શું કરશે.

તેમણે ભાજપા સરકાની કામગીરીની વાત કરતા કહ્યું કે, અમારી સરકારે 5 કરોડ ઘરોમાં ગેસ સિલિન્ડર આપ્યા, 8 કરોડ ઘરોમાં ટોયલેટ બનાવી મહિલાઓને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો. 2.50 લાખ ઘરોમાં વિજળી પહોંચાડી અંધારૂ દૂર કર્યું, 2.50 કરોડ ગરીબો માટે ઘર બનાવ્યા. 50 કરોડ લોકોને આયુષ્યમાન સાથે જોડી તેમના સ્વાસ્થ્યનો ખર્ચ સરકારે ઉઢાવ્યો, જે અંતર્ગત ગરીબોએ 22 લાખ ઓપરેશન ફ્રી કરાવ્યા છે.

તેમણે ગાંધીનગર લોકસભા બેઠકના મતદાતાઓને ધ્યાનમાં રાખી કહ્યું કે, પાંચ વર્ષ બાદ કોઈ એજન્સી સર્વે કરશે તો, સૌથી વધુ વિકસિત વિસ્તાર ગાંધીનગર હશે. મે તમારો ભરોસો કર્યો, તમે મારો ભરોસો કરજો.
First published: April 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...