કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા હતા: અમિત શાહ
કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા હતા: અમિત શાહ
અમિત શાહ
Ahmedabad Rath Yatra: રથયાત્રામાં તોફાનો થતા, ગોળીઓ ચાલતી હતી. ત્રણ ત્રણ વખત રથયાત્રા પર પ્રતિબંધ પણ મૂકાયો હતો. ગુજરાતની જનતાએ ભાજપને સત્તા આપી અને કર્ફ્યૂ મુક્ત રથયાત્રા નીકળી હતી.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહે વહેલી સવારથી જ પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રા (Lord Jagannath Rath Yatra 2022)ની મંગળા આરતીમાં સામેલ થવાની પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. આજે પણ એ પરંપરાને યથાવત રાખી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ વહેલી સવારે ચાર વાગે ભગવાન જગન્નાથ મંદિર (Jagannath Temple, Ahmedabad) ખાતે જઈ મંગળા આરતી કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કરીને ગાંધીનગર લોકસભાના રૂપાલ ગામે (Rupal Village) પહોંચ્યા હતા.
રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિર (Vardayini Mata Temple)ના દર્શન કરી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નવનિર્મિત વરદાયિની માતા મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની રજત તુલા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સર્વ નાગરિકોને રથયાત્રા નિમિત્તે જય જગન્નાથ કહી શુભકામનાઓ આપી હતી.
સાથે જ અમિત શાહે ભૂતકાળને વાગોળતા રથયાત્રાને લઈને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતાં હતા. બે વાર તો ભગવાનના રથ પણ લઈ ગયા હતા. રથયાત્રામાં તોફાનો થતા, ગોળીઓ ચાલતી હતી. ત્રણ ત્રણ વખત રથયાત્રા પર પ્રતિબંધ પણ મૂકાયો હતો. ગુજરાતની જનતાએ ભાજપને સત્તા આપી અને કર્ફ્યૂ મુક્ત રથયાત્રા નીકળી હતી.
અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં રથયાત્રા સુરક્ષિત નીકળવા લાગી હતી. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમગ્ર બાબત પર નજર રાખી રહ્યા છે. સાથે જ પોતાની ગાંધીનગર લોકસભા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કહેતા અમિત શાહે જણાવ્યું હતું કે 2024માં ભાજપને મત આપવાનો સમય આવશે ત્યાં સુધીમાં રૂપાલ એટલું બદલાઈ ચૂક્યું હશે કે તમે ઓળખી પણ નહીં શકો. હું સાત વર્ષનો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અહીં દર્શન કરવા લઈ આવી હતી.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતુ કે, વાસણીયા મહાદેવ (Vasaniya Mahadev) સાથે મારી યાદો જોડાયેલી છે. વાસણ ગામના તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે. બે ઓવરબ્રીજના કામોનું ખાતમુહૂર્ત થયું છે. વિશ્વ ઉમિયા ધામ સુધીના માર્ગેને ફોર લેન કરવામાં આવી રહ્યા છે. આજે 117 કરોડના કામોના ખાતમુહૂર્ત થયાં છે. 93 કરોડના કામોના લોકાર્પણ થયાં છે. કોરોના કાળમાં પણ પલ્લીની યાત્રા અટકી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર