Modi@20 Book Launch: આજે નવી દિલ્હી (New Delhi) ખાતે મોદી એટ 20 પુસ્તકનું લોન્ચિંગ થયું (Modi@20 Book Launch) હતું. આ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં દેશના કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહે (Amit shah) વડાપ્રધાન મોદીની (PM Modi) યોજનાઓ, સાશન, પ્રસાશન અને તેમના અનુભવો અંગે વિગતવારો ચર્ચા કરી હતી. અમિત શાહે જણાવ્યું કે પીએમ મોદીએ સર્વે સ્પર્શી અને સર્વગ્રાહી યોજનાઓ બનાવી. Modi@20 પુસ્તકના લોકાર્પણ અંગે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે અમિત શાહે ખાસ છણાવટી કરી હતી. અમિત શાહે ટાંક્યું કે મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારે પંચાયતની ચૂંટણી પણ નહોતા લડ્યા અને ભૂકંપ પીડિત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને વારંવાર ચૂંટાઈ આવવું એ મોટી ઉપલબ્ધી છે. આજે કોઈ ભલે ગમે તે કહે પરંતુ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલ મોડલ છે.
ગુજરાત કૃષિ મહોત્સવે ખેડૂતોને ધક્કા ખાતા બચાવ્યા : ગુજરાતના કૃષિ મહોત્સવના મોડલનો જે અભ્યાસ કરશે તે જાણી શકશે કે લોકતંત્રને જવાબદેહ બનાવી શકાય છે. પહેલાં સરકારી મદદ લેવા માટે ખેડૂતોએ વારંવાર જિલ્લા મથકે જવું પડતું હતું પરંતુ કૃષિ મહોત્સવ ખેડૂતો પાસે યોજનાઓ લઈને જતું અને તેમને મદદ મળી. અગાઉ યોજનાઓ બનતી હતી કે આ બજેટમાં આટલા લોકો સુધી વીજળી પહોંચાડીશું. આ બજેટમાં આટલા લોકોને સ્વાસ્થ્ય કાર્ડ આપીશું. મોદીજી એવું કહેતાં કે દેશના દરેક ઘરમાં શૌચાલય પહોંચાડીશું. દેશના દરેક ઘરમાં પીવાનું પાણી નળથી પહોંચાડીશું.
મોદીજીએ ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો એક ટકાથી ઓછો કર્યો
અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો 42 ટકા હતો અને દાખલા લેવાનો દર 68 ટકા હતો. મોદીજીએ બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓ બનાવી અને ડ્રોપ આઉટ રેશિયો 1 ટકાથી ઓછો થઈ ગયો અને એનરોલમેન્ટ રેશિયો 100 ટકા થઈ ગયો.
ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલ મોડલ
અમિત શાહે ટાંક્યું, કે દેશમાં કોઈ ભલે ક્રેડિટ લઈ લે પરંતુ પીએમ મોદીએ ગુજરાતમાં લાગુ કરેલી પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલ મોડલ છે. પીએમ મોદીએ ક્વોલિટી સુધારવા માટે ગુણોત્સવ કાર્યક્રમ ચલાવ્યો. આજે કોઈ ભલે ક્રેડિટ લેવાનો પ્રયાસ કરે પરંતુ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલ મોડલ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર