Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /Amit Shah Gujarat Visit: અમિત શાહે વેજલપુરથી કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો, કલોલ પણ જશે

Amit Shah Gujarat Visit: અમિત શાહે વેજલપુરથી કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો, કલોલ પણ જશે

અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નનાથના દર્શન કર્યા

Amit Shah At Jagannath Temple: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના શુભ તહેવાર પર પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. હવે તેઓ અમદાવાદ અને કલોલમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને તહેવારની વધુ ઉજવણી કરશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર ગુજરાતના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કરીને પર્વની ઉજવણીની શરુઆત કરી છે. શાહ આ પછી અમદાવાદ અને કલોલમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.

    અમિત શાહે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના મંદિરમાં પરિવાર સાથે આરતી અને પૂજા-અર્ચના કરીને મહંત દિલીપદાસજી મહારાજ પાસે આશિર્વાદ પણ લીધા હતા. આજના તહેવારે જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શાહ ઉપસ્થિત રહ્યા હતા. હવે તેઓ અહીંથી વેજલપુર પહોંચશે અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.



    અમદાવાદમાં વેજલપુર અને ઘાટલોડિયામાં અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. અહીંથી તેઓ બપોરે કલોલમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જવાના છે. શાહ કલોલમાં પૌરાણિક મંદિર શ્રી કપિલેશ્વર મહાદેવમાં શીશ ઝુકાવવાના છે. અમિત શાહ અહીં પંચવટી વિસ્તારમાં આવેલા સ્નેહગ્રીન ફ્લેટના ધાબા પરથી પતંગ ચગાવશે. અમિત શાહના આગમન પહેલા કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. શાહના આગમન પહેલા અહીં વિવિધ તૈયારીઓ કરી રાખવામાં આવી છે.

    ધારાસભ્ય બકાજી ઠાકોરે પણ અમિત શાહના કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ પહેલા મહાદેવના દર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે.


    ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરી


    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. આ દરમિયાન ધારાસભ્ય કૌશિક જૈન સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈને મુખ્યમંત્રી પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે ફિરકી પણ પકડી હતી. ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા પછી ચિક્કીની લિજ્જત માણી હતી. તેમણે લોકોને સાવધાની પૂર્વક તહેવારની ઉજવણી કરવાનું સૂચન પણ કર્યું છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Ahmedabad news, Amit shah, Amit shah Ahmedabad Visit, Makar sankranti, Uttarayan, ઉત્તરાયણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन