Home /News /ahmedabad /Gujarat Election 2022: સાણંદનાં ઉમેદવાર સાથે અમિત શાહ ચૂંટણી ફોર્મ ભરવા ગયા, જાણો કોણ છે તે?

Gujarat Election 2022: સાણંદનાં ઉમેદવાર સાથે અમિત શાહ ચૂંટણી ફોર્મ ભરવા ગયા, જાણો કોણ છે તે?

કનુભાઈ પટેલે આજે, ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સાણંદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

Amit Shah In Gujarat: અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના મતવિસ્તારના સાંસદ છે.

    સાણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે આજે, ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સાણંદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કનુભાઈ પટેલના નોમિનેશનમાં સેંકડો સમર્થકો પણ હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના મતવિસ્તારના સાંસદ છે.

    નોંધનીય છે કે, ગુજરાત ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી દરમિયાન ક્યાંક અસંતોષ દેખાઇ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પાર પાડવા માટે ગૃહમંત્રી અમિત શાહે મોર્ચો સંભાળ્યો છે.જેના માટે તેઓ અહીં ગુજરાતમાં જ છે. અસંતુષ્ટ નેતાઓને કારણે થતા ડેમેજ કંટ્રોલને ખાળવા માટે શાહ કામ કરી રહ્યાનું ચર્ચાઇ રહી છે.


    આ વિધાનસભા બેઠક હેઠળ કયા ગામો આવે છે?


    સાણંદ વિધાનસભા બેઠકને અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવે છે. સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના ગામો વાસણા નાનોદરા, નાનોદરા, કાવલા, સાંકોદ, વાસણા ધેધલ, ધેધલ, રજોડા, આદ્રોડા, હસનનગર, છબાસર, બલદાણા, મેટલ, દેવધોલેરા, દેવડથલ, દુર્ગી, મેણી, દુમાલી, કેસરાંડી, રણદંડ, લગામ, અમીપુરા, કોચરીયા, કેરલા, કાનોતર, શિયાળ, સરલા, કાલીવેજી, મીઠાપુર, બાવળા (એમ) વગેરે આ બેઠક હેઠળ આવતા મુખ્ય વિસ્તારો છે.


    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, સાણંદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन