Home /News /ahmedabad /Amit Shah Gujarat Visit: અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શન કરીને અમદાવાદ અને કલોલમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે
Amit Shah Gujarat Visit: અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શન કરીને અમદાવાદ અને કલોલમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે
અમિત શાહ અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણ મનાવશે
Amit Shah, Uttarayan Celebration: કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ અમદાવાદ આવી પહોંચ્યા હતા, તેઓ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. શાહ અમદાવાદ અને કલોલમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાના છે.
અમદાવાદઃ અમિત શાહ ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણ મનાવવા માટે પહોંચ્યા છે, તેઓ પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના રાજકારણની અપડેટ્સ પણ મેળવશે. તેઓ ગાંધીનગરથી સાંસદ છે માટે અવાર-નવાર રાજ્યની મુલાકાતે આવતા રહેતા હોય છે. અમિત શાહ અમદાવાદના વેજલપુર તથા ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવશે અને તેઓ બપોર બાદ કલોલ પણ જવાના છે.
અમિત શાહ જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. કલોલમાં તેઓ પૌરાણિક મંદિર શ્રી કપિલેશ્વર મહાદેવમાં શીશ ઝુકાવવાના છે. અમિત શાહ અહીં પંચવટી વિસ્તારમાં આવેલા સ્નેહગ્રીન ફ્લેટના ધાબા પરથી પતંગ ચગાવશે. અમિત શાહના આગમન પહેલા કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. શાહના આગમન પહેલા અહીં વિવિધ તૈયારીઓ કરી રાખવામાં આવી છે.
ધારાસભ્ય બકાજી ઠાકોરે પણ અમિત શાહના કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ પહેલા મહાદેવના દર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે.
" isDesktop="true" id="1319906" >
માનવામાં આવે છે કે આજે સવારે પહેલા તેઓ વેજલપુરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે અને તે પછી ઘાટલોડિયા જવાના રવાના થશે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે. અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે શુક્રવારે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા.