ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આગામી દિવસોમાં ફરી એકવાર બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે (Amit Shah Gujarat Visit) આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ (Ahmedabad) આવશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા (Jagannath Temple Ahmedabad Rathyatra Mangla Aarti) આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં (kalol) સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં અમિત શાહ ગુજરાત આવ્યા હતા. ત્યારે ફરી એકવાર 30 જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ સાંજે આવશે. અમિત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષોથી પરંપરા રહી છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિર જઇ મંગળા આરતી કરે છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર બાદ વર્ષે 2019માં દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાની આ પરંપરા તેમણે ચાલુ રાખી છે.
આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે. ત્યાર બાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહ મંત્રીની રજત તુલા થશે.ત્યાંજ જનસભાને સંબોધન કરશે અમિત શાહ વાસણ ગામમાં તળાવનું ભૂમિપૂજન કરશે શાહ સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાત મુહરત કરશે શાહ ત્યાં પણ જનસભા ને સંબોધન કરશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર