Home /News /ahmedabad /Amit Shah Attacks on Congress: અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ, ‘કોંગ્રેસ કહેતી કે મંદિર વહીં બનાએંગે, તિથિ નહીં બતાએંગે’

Amit Shah Attacks on Congress: અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ, ‘કોંગ્રેસ કહેતી કે મંદિર વહીં બનાએંગે, તિથિ નહીં બતાએંગે’

અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

Amit Shah Attacks on Congress: અમિત શાહે આજે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે રામમંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જાણો શું કહ્યુ...

  અમદાવાદઃ અમિત શાહે આજે જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સંબોધનમાં રામમંદિરની વાતને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ હંમેશા રામમંદિરની વાતો કરતી હતી. મંદિર વહીં બનાએંગે તિથિ નહીં બતાએંગે. ત્યારે હવે તિથિ પણ આવી ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું અને હવે જોતજોતામાં એ જ જગ્યાએ ગગનચુંબી રામમંદિર બનાવવામાં આવી રહ્યુ છે. કાશી વિશ્વનાથનું મંદિર હોય, કેદારધામ હોય, બદ્રીનાથ હોય, સોમનાથ હોય, ઉજ્જૈન હોય, વિંધ્યવાસિની હોય કે પછી પાવાગઢ હોય ભારતીય જનતા પાર્ટીએ આ યાત્રાધામોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે.’.

  ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ


  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. અમિત શાહ ઝાંઝરકાથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને અહીં તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. અહીં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યુ કે, આ ગૌરવ યાત્રાનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, કોંગ્રેસે ગુજરાતને રમખાણો આપ્યા હતા. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. 20 વર્ષ ગુજરાતે ભાજપ પર વિશ્વાસ મૂકયો તેનું ગૌરવ છે. 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી.

  આ પણ વાંચોઃ ઝાંઝરકાથી ભાજપની ગૌરવ યાત્રાનો અમિત શાહના હસ્તે શુભારંભ

  કોંગ્રેસને મોકો ન મળે તેનું ધ્યાન રાખજોઃ શાહ


  2022ની ચૂંટણીમાં પણ જનતા અમારી પર ભરોસો રાખે. 1990થી ગુજરાતની જનતા એકધારી ભાજપ સાથે છે. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. અમિત શાહે ઝાંઝરકામાં સભા સંબોધતા કહ્યુ કે, યાત્રાઓ ભાજપના કામનો હિસાબ આપશે. મતદારોએ હંમેશા ભાજપ પર ભરોસો મૂક્યાની વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, ફરી એકવાર ભરોસાની સરકાર બનશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Amit shah, Amit Shah news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन