અમિત શાહનો કેજરીવાલને પડકાર, એમસીડી ચૂંટણીમાં લઇશું દિલ્હી વિધાનસભાનો બદલો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમિત શાહનો કેજરીવાલને પડકાર, એમસીડી ચૂંટણીમાં લઇશું દિલ્હી વિધાનસભાનો બદલો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી મહિને થનારી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા દિલ્હીના કેજરીવાલ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કેજરીવાલ સરકારને ભ્રષ્ટ કરાર દેતાં કહ્યું કે, અમે વિધાનસભાની ચૂંટણીનો બદલો મહાનગરપાલિકાની ચૂંટણીમાં લઇશું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી મહિને થનારી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા દિલ્હીના કેજરીવાલ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કેજરીવાલ સરકારને ભ્રષ્ટ કરાર દેતાં કહ્યું કે, અમે વિધાનસભાની ચૂંટણીનો બદલો મહાનગરપાલિકાની ચૂંટણીમાં લઇશું. દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, ત્રણ વર્ષમાં મોદી સરકાર સામે એક પણ આરોપ નથી લાગ્યો જ્યારે અરવિંદ કેજરીવાલની સરકારમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વકર્યો છે. અમિત શાહે કહ્યું કે સીએનજી અને જળ બોર્ડ કૌભાંડનો ઉલ્લેખ કરતાં કેજરીવાલ સરકાર કૌભાંડની સરકાર ગણાવી અને કહ્યું કે, એમના ભ્રષ્ટાચાર અંગે લોકોને જણાવો. શાહે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં જેટલો ભ્રષ્ટાચાર આપ પાર્ટીએ આટલા સમયમાં કર્યો છે. એટલો ભ્રષ્ટાચાર બીજી કોઇ સરકારે કર્યો નથી.
First published: March 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर