Home /News /ahmedabad /અમિત ચાવડાનો સરકાર પર જોરદાર આક્ષેપ, 'મહાઠગ કિરણ પટેલની ચર્ચા ન થાય તે માટે અમને સસ્પેન્ડ કર્યા'

અમિત ચાવડાનો સરકાર પર જોરદાર આક્ષેપ, 'મહાઠગ કિરણ પટેલની ચર્ચા ન થાય તે માટે અમને સસ્પેન્ડ કર્યા'

અમિત ચાવડા ફાઇલ તસવીર

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, ગૃહમાં કિરણ પટેલના કાંડ બાબતે ચર્ચા થાય નહિ એટલે કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને પૂરા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મહાઠક કિરણ પટેલની ચર્ચા ન થાય તે માટે સમગ્ર વિપક્ષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાએ કર્યો હતો. વિધાનસભાના પગથીયા પર તેમણે સુત્રોચ્ચાર અને વિરોધ કર્યો હતો.

ગુજરાતના મહાઠગ કિરણ પટેલ કાશ્મીરમાં અનેક કાશ્મીર સંવેદનશીલ અનેક જગ્યાએ મુલાકાત કરી હતી. જ્યારે પોતે વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનો ખોટા કાર્ડ છપાવ્યા હતા. મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાના પગથીયા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, ગૃહમાં કિરણ પટેલના કાંડ બાબતે ચર્ચા થાય નહિ એટલે કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને પૂરા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાત વિધાનસભાના પગથિયા ઉપર કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાન એવા અમિત ચાવડા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કિરણ પટેલ ને ક્યાંક ને ક્યાંક સીએમઓ અને પીએમઓ ના છુપા આશીર્વાદ છે.
મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હશે. જ્યારે કિરણ પટેલે કાશ્મીર સુધીની સફરમાં અનેક લોકોને ઠગયા છે. જ્યારે કાશ્મીર જે દેશનો સૌથી સુરક્ષા માટેનો સમય વિસ્તાર કહેવાય ત્યાં આગળ ઝેડ પ્લસની સુરક્ષા લઈને ફર્યા અનેક સુરક્ષાના સંવેદનશીલ વિસ્તારોમાં વિઝીટ કરી અનેક લોકોને સૂચનાઓ આપી અને સીએમોના આશીર્વાદ થી G 20 માટેની અધિકારીઓની મીટીંગ બોલાવે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર રોફ જમાવવાનો આદેશો આપે છે

અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કાર્ય હતા કે, ડબલ એન્જીન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જોયું અને આ મુદ્દાને લીધે ગુજરાતની છબી ખરડાય છે.

કોંગ્રેસ પક્ષે ગૃહમાં કિરણ પટેલના મુદ્દાની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં સભા 116ની નોટિસ દરખાસ્ત કરી અને ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાન જવાબ આપે એની માગણી કરવાના હતા. 116 ની નોટિસો આવવાની હતી ત્યારે સરકાર ચર્ચામાંથી ભાગવા માંગે છે આમાં શું છુપાવવા માંગે છે કે, કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ગઈકાલનો બનાવ ખાલી વિરોધનો હતો અને સસ્પેન્ડ  કરવામાં આવ્યા હતા.

નિયમ 116 અન્વયે ગેસ ગળતરથી કામદારોના મૃત્યુંનો મુદ્દો ચગ્યો


ગૃહમા ૧૧૬ ના નિયમ અન્વયે રાજકોટ શહેરમાં ગટરની સફાઈ વખતે ગેસ ગળતરથી સફાઈ કામદાર અને કોન્ટ્રાક્ટરના મૃત્યુનો મુદ્દો રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે ઉઠાવ્યો હતા જેના જવાબમાં તાજેતરમાં રાજકોટ શહેરમાં ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી સફાઇ કામદાર અને કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયા અંગેની ઘટનાની હકીકતલક્ષી વિગતો ગૃહમા રજુ કર્યો હતો. ડ્રેનેજ સફાઈ કામના કોન્ટ્રાકટર સમીર કન્સ્ટ્રકશનના માલિક સ્વ. અફઝલભાઈ ઈસ્માઈલભાઇ પુપર (ઉ.વર્ષ ૪૩) અને કોન્ટ્રાક્ટરના સફાઈ કામદાર સ્વ. મેહુલ કાલીદાસ મેહડા (ઉં.વર્ષ ૨૪) ડ્રેનેજ સફાઈની ફરિયાદ અન્વયે બનાવના સ્થળે જેટીંગ મશીન તથા ડીસીલ્ટીંગ મશીન (મોટી રીક્ષા બકેટ) સાથે ડ્રેનેજ સફાઈની કામગીરી કરી રહ્યા હતા. સમીર કન્સ્ટ્રકશનના પ્રોપરાઈટર સ્વ. અફઝલભાઈ પુપર પોતે પણ ડ્રેનેજ સફાઈની કામગીરી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: મિત્રની આંખ પર પત્ની પાસે બંધાવ્યો પાટો, પછી ટુકડા કરી નાંખ્યા

સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદાર સ્વ. મેહુલ અકસ્માતે મેનહોલમાં પડી ગયેલ. તેમને બચાવવા કોન્ટ્રાક્ટર પોતે મેનહોલમાં જતાં સ્વ અફઝલભાઈ પોતે પણ અંદર પડી ગયેલ અને બંને વ્યક્તિઓને ગેસ ગળતરની અસર થયેલ. બનાવની જાણ થતાં બંને વ્યક્તિઓને નજીકમાં ગોંડલ રોડ પર આવેલ એચ. જે. દોશી હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ. ત્યારબાદ ત્યાંથી સીવીલ હોસ્પીટલમાં લઈ જતાં, ત્યાં ભોગ બનનાર બંને વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવેલ.

તા.૨૩/૦૩/૨૦૧૩ના રોજ ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ નવી દિલ્હી, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર. પ્રાંત અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર સહિતના અધિકારીઓ દ્વારા પ્રથમ ઘટના સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કરીને, મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી, પિડીતો ને વળતર ચૂકવ્યું છે તેમજ કસૂકવાર સામે FIR દાખલ કરી છે. ભાનુ બાબરીયાએ ગૃહમાં જણાવ્યુ હતુ કે, ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન બને તે માટે મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓને સૂચના આપી તથા સફાઇ કામ દરમિયાન તકેદારીના ભાગરૂપે જરૂરી તમામ સુરક્ષા સાધનો પૂરા પાડવા અને સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવેલ છે.

આ પણ વાંચો: ધોરણ 12 સાયન્સના પુસ્તકોમાં સિલેબસ 30 ટકા ઘટ્યો

ભાનુ બાબરીયાએ આ મુદ્દે ગૃહમાં વધુ બોલતા જણાવ્યુ હતુ કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૧/૦૬/૨૦૧૪ અને તા. ૧૧/૦૭/૨૦૧૯ના ઠરાવોથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા ગ્રામ પંચાયતોમાં સફાઇ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઇ કામદારોના અપમૃત્યુ અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૬/૧૨/૨૦૧૬ અને તા. ૧૦/૦૫/૨૦૧૯ના ઠરાવોથી ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઇ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઇ કામદારોના અપમૃત્યુ અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલ માર્ગદર્શક સૂચનાઓ, નામદાર 2013, MS Act, કોર્ટનો સુપ્રિમ તા. ૨૭/૦૩/૨૦૧૪નો ચૂકાદાની વધુ ચુસ્ત અને સઘન અમલવારી કરવાનું આયોજન છે. આ ઉપરાંત સફાઇ કામદારોમાં જાગૃતિ ફેલાવવા જરૂરી પ્રચારપ્રસાર અને સફાઇ કામદાર વિકાસ નિગમના માધ્યમથી સફાઇ કામદારોને અસ્વચ્છ વ્યવસાયમાંથી સ્વચ્છ વ્યવસાયમાં પુનઃ સ્થાપન કરવા માટે પ્રયત્નો વધુ સઘન બનાવાશે. તેમજ સફાઇ કામદારોને કામગીરી માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા માટે વધુ સઘન તાલીમ આપવાનું આયોજન કરાશે. ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad news, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો