Home /News /ahmedabad /કોંગ્રેસનો OBC રાગ! કોંગ્રેસની સરકાર બનશે તો બજેટની 27 ટકા રકમ બક્ષીપંચને ફાળવાશે : અમિત ચાવડા

કોંગ્રેસનો OBC રાગ! કોંગ્રેસની સરકાર બનશે તો બજેટની 27 ટકા રકમ બક્ષીપંચને ફાળવાશે : અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ - ઓબીસી સંમેલન

Gujarat Assembly Election : રાજ્યની 146 જ્ઞાતીઓ અને કુલ મતદાતાઓ પૈકી 52 ટકા મતદાતાઓ જે સમાજમાંથી આવે છે તે ઓબીસી સમાજને કોંગ્રેસ સાથે જોડવા કોંગ્રેસે ઓબીસી સંમેલનોની શરૂઆત કરી

Gujarat Assembly Election : વિધાનસભા ચૂંટણી (Assembly elections) માં તમામ સમાજોને સાથે જોડવા માટે રાજકીય પાર્ટીઓ અલગ-અલગ સમાજના સંમેલનો કરી રહી છે. પહેલા આદિવાસી વિસ્તારોમાં રાજકીય કાર્યક્રમો કર્યા બાદ હવે કોંગ્રેસે (Congress) ઓબીસી (OBC) સમાજ તરફ નજર દોડાવી છે. અમદાવાદના વટામણમાં ઓબીસી સંમેલન યોજી કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ. કોંગ્રેસે આ એટલા માટે શરૂ કર્યું છે કારણ કે, રાજ્યમાં સૌથી વધુ 52 ટકા મતદાતાઓ ઓબીસી સમાજના છે. કોંગ્રેસે ઓબીસી સંમેલન સાથે શું રણનીતિ શરૂ કરી એ જોઈએ આ અહેવાલમાં

રાજ્યની 146 જ્ઞાતીઓ અને કુલ મતદાતાઓ પૈકી 52 ટકા મતદાતાઓ જે સમાજમાંથી આવે છે તે ઓબીસી સમાજને કોંગ્રેસ સાથે જોડવા કોંગ્રેસે ઓબીસી સંમેલનોની શરૂઆત કરી છે. અમદાવાદ જિલ્લાના વટામણ ખાતે કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાયું.

રાષ્ટ્રીય કોંગ્રેસ ઓબીસીના ચેરમેન અજય યાદવ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત રાજ્યના ઓબીસી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજને આપેલ આરક્ષણ અને અધિકારોની વાત કરતા હાલની ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજ સાથે અન્યાય કરી રહી હોવાનો દાવો કરાયો. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, રાજ્યનું બે લાખ કરોડ કરતાં પણ વધારે બજેટ છે.

જેનું એક ટકા જેટલું બજેટ પણ ઓબીસી સમાજ માટે ફાળવવામાં નથી આવતું. સરકાર 52 ટકા વસ્તી સામે 27 ટકા અનામત આપે છે તો કમ સે કમ 27 ટકા બજેટ તો ફળવવું જ જોઈએ. મીશન 2022 માટે કોંગ્રેસ હરકતમાં આવી છે. આજે ધોળકા ખાતે કોંગ્રેસે ઓબીસી સમુદાયનું એક સંમેલન બોલાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંબોધનમાં જણાવ્યુ હતું કે, કોંગ્રીસની સરકાર બનશે.તો ઓબીસી સમાજને 27 ટકા અનામત મળે છે તે જ પ્રમાણે સરકારના બજેટની રકમ પૈકી ૨૭ ટકા રકમ ઓબીસી સમાજને આપશે. મહત્વપૂર્ણ બાબત છે કે આ વાત કરતા પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે 52 ટકા વસ્તી ગુજરાતની અંદર ઓબીસી સમુદાયની હોવા છતાં ભાજપ સરકાર બજેટની રકમ પૈકી 1 ટકો રકમ આ સમુદાય પાછળ વાપરતી નથી.

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીએ ગુજરાતની અંદર ઓબીસી સમાજને અનામત આપી હતી.અને તે સમયે આનામત ઓબીસી સમુદાયને ન મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો અને ગુજરાતની અંદર રમખાણો પણ કરાવ્યા હતા.

આમ છતાં પોતાની ખુશીની ચિંતા કર્યા વગર માધવસિંહ સોલંકીએ ઓબીસી સમુદાયને ૨૭ ટકા અનામતનો લાભ આપ્યો હતો. ઓબીસી સમુદાયના મત અંકે કરવા માટે કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના નામને આગળ કરે તેવું પૂરેપૂરું ચિત્ર ઉપસી આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યના બજેટ સમયે પણ કોંગ્રેસે આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરીવાર ઓબીસી સમાજને ભાજપ સરકારથી અન્યાયનો રાગ આલાપ્યો છે.

આ સિવાય 2011 માં યુપીએ સરકાર સમયે થયેલ જાતિ આધારિત જન ગણના જાહેર કરી અને 2021ની વસ્તી ગણતરી પણ જાતિ આધારિત થવી જોઈએ. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થશે તો ગરીબ સમાજને તેનો લાભ મળશે. કોંગ્રેસની ચિંતન સિબિરમાં પણ આ જ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોલગ્નમાં ફિયાસ્કો! વરમાળા વખતે જ વરરાજાની વિગ નીકળી ગઈ : ટકલા જોડે લગ્ન કરવાની દુલ્હને ના પાડી દીધી!

રાજ્યમાં સૌથી વધુ મતદાતાઓ ઓબીસી સમાજના છે ત્યારે આ સમાજો ને કોંગ્રેસ સાથે જોડવાના પ્રયત્નો કોંગ્રેસે શરૂ કરી દીધા છે, અને આજ કારણ છે કે, કોંગ્રેસ રાજ્યમાં જેની જેટલી વસ્તી એના એટલા અધિકાર અને દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ની તરફેણ કરી રહ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Congress Gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Elections 2022, OBC

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો