આતંકવાદ સામે લડવા લીધા સંકલ્પ, મોદીને અમેરિકા આવવા ટ્રમ્પે આપ્યું આમંત્રણ

Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 9:23 AM IST
આતંકવાદ સામે લડવા લીધા સંકલ્પ, મોદીને અમેરિકા આવવા ટ્રમ્પે આપ્યું આમંત્રણ
અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના ચાર દિવસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંગળવાર રાતે ફોન પર વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે આ અંગે જાણકારી આપી હતી. બંને નેતાઓએ આતંકવાદ સાથે લડવાનો સંકલ્પ લીધો હતો અને ટ્રમ્પે મોદીને અમેરિકા આવવા આમંત્રણ પણ આપ્યું હતું.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 25, 2017, 9:23 AM IST
નવી દિલ્હ #અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના ચાર દિવસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંગળવાર રાતે ફોન પર વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે આ અંગે જાણકારી આપી હતી. બંને નેતાઓએ આતંકવાદ સાથે લડવાનો સંકલ્પ લીધો હતો અને ટ્રમ્પે મોદીને અમેરિકા આવવા આમંત્રણ પણ આપ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન એ બાબત પર ભાર મુક્યો કે, ભારત અમેરિકાનો સાચો મિત્ર છે અને સાથે મળીને તમામ પડકારનો સામનો કરાશે. આ સાથે જ બંને દિગ્ગજ નેતાઓએ દક્ષિણ અને મધ્ય એશિયાની સુરક્ષાને લઇને ચર્ચા કરી હતી.

અહીં નોંધનિય છે કે, મોદી પાંચમા નેતા છે કે જેઓએ રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે.
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर