AMC વર્ષ 2017-18નું બજેટઃપ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં,ટ્રાફિક સમસ્યા નિવારવા વિવિધ પ્રોજેક્ટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 4:38 PM IST
AMC વર્ષ 2017-18નું બજેટઃપ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં,ટ્રાફિક સમસ્યા નિવારવા વિવિધ પ્રોજેક્ટ
અમદાવાદઃAMC વર્ષ 2017-18નું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલે બજેટ રજૂ કર્યું હતું.વર્ષ 2017-18નું રૂ.6551 કરોડનું બજેટ મંજૂર કરાયું છે.મ્યુનિ.કમિશનરે રૂ. 6101 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.સત્તા પક્ષે 450 કરોડનો સુધારા મંજૂર કર્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 4:38 PM IST
અમદાવાદઃAMC વર્ષ 2017-18નું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલે બજેટ રજૂ કર્યું હતું.વર્ષ 2017-18નું રૂ.6551 કરોડનું બજેટ મંજૂર કરાયું છે.મ્યુનિ.કમિશનરે રૂ. 6101 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.સત્તા પક્ષે 450 કરોડનો સુધારા મંજૂર કર્યા છે.

જો કે શહેરીજનો માટે કોઇ નવા વેરા ઝીકાયા ન હોવાથી રાહત રૂપ બજેટ છે. પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કરાયો નથી.રૂ. 3310 કરોડના વિકાસના કામો થશે. રૂ. 3241 કરોડના રેવન્યુ ખર્ચ મુકાયો છે.બજેટમાં સ્વચ્છતા અને ટ્રાફિક સમસ્યા પર ભાર મુકાયો છે.ખોખરા ઓવરબ્રિજની પહોળાઈ વધારવા માટે 10 કરોડની જોગવાઈ,ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે ફ્લાયઓવર માટે 5 કરોડ,ચાંદલોડિયા રેલવે ફાટક પાસે અન્ડરપાસ માટે 2 કરોડની જોગવાઈ કરાઇ છે.સોલા બ્રિજ નીચે બોક્ષટાઇપ કલવર્ટ માટે દોઢ કરોડ,વિવિધ બ્રિજ પ્રોજેક્ટ માટે રૂ. 18.50 કરોડ,ટ્રાફિક પ્રોજેક્ટ માટે વધુ 5 કરોડની જોગવાઈ કરાઇ છે.

સત્તા પક્ષ રજૂ કરાયેલા બજેટ પર વિપક્ષ કોંગ્રેસ પ્રતિક્રિયા આપી હતી અને વર્ષ 2017-18ના બજેટને માત્ર ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યુ હતું. માત્ર સત્તા પક્ષ નવી જોગવાઇ કરી રહી છે. પરંતુ માત્ર બજેટ કાગળ પર હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કર્યો હતો.

શહેરમાં નવા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવાશે

શહેરમાં વધેલા રોગચાળાને અટકાવવા એક્શન પ્લાન
BRTSના નવિનીકરણ માટે રૂ. 3 કરોડની જોગવાઈ
કોતરપુરથી ઓઢવ રિંગરોડ સુધી વોટર ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક માટે 10 કરોડ
જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગ્રેવીટીથી પાણી પુરવઠો મેળવવા 3 કરોડનું ફંડ
વીજળી બચત કરવા માટે સોલાર રૂફ કેનાલ નખાશે
440 કિ.વો. વીજળી સોલાર રૂફ સિસ્ટમથી મેળવાશે
મ્યુનિ.ની બિલ્ડીંગોમાં નખાશે સોલાર રૂફ સિસ્ટમ
એનિમલ હોસ્ટેલ બનાવવા માટે રૂ. 1 કરોડની જોગવાઈ
60 કિ.મી. રોડ વોલ-ટુ-વોલ કારપેટ માટે રૂ. 10 કરોડની જોગવાઈ
શહેરની જૂની હદમાં આવેલા ગામ સ્તરના વિકાસ માટે 6 કરોડની જોગવાઈ
શહેરમાં 6 સ્થળ પર જનરલ મેડિકલ સ્ટોર ઊભા કરાશે
મ્યુનિ. પ્લોટના વેચાણ પ્રીમિયમ અને FSIમાંથી 200 કરોડની આવકનો અંદાજ
ખોખરા ઓવરબ્રિજની પહોળાઈ વધારવા માટે 10 કરોડની જોગવાઈ
ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે ફ્લાયઓવર માટે 5 કરોડની જોગવાઈ
ચાંદલોડિયા રેલવે ફાટક પાસે અન્ડરપાસ માટે 2 કરોડની જોગવાઈ
સોલા બ્રિજ નીચે બોક્ષટાઇપ કલવર્ટ માટે દોઢ કરોડના ખર્ચની જોગવાઈ
વિવિધ બ્રિજ પ્રોજેક્ટ માટે રૂ. 18.50 કરોડની જોગવાઈ
ટ્રાફિક પ્રોજેક્ટ માટે વધુ 5 કરોડની જોગવાઈ
શહેરમાં નવા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ બનાવાશે
હયાત ઓડિટોરિયમનું નવીનિકરણ કરાશે
કાંકરિયા ઓપન એર થિયેટરના નવીનિકરણ માટે રૂ. 2.50 કરોડની જોગવાઈ
સરસપુર બાબા આંબેડકર ઓડિટોરિયમના નવીનિકરણ માટે રૂ. 50 લાખની જોગવાઈ
ગોતામાં રૂ. 3 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે
વેજલપુરમાં રૂ. 50 લાખના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવાશે
ચાંદલોડિયા અને સરદારનગરમાં પણ 1 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનશે

AMC વર્ષ 2017-18નું બજેટ રજૂ
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં
રૂ. 3310 કરોડના વિકાસના કામો થશે
ટ્રાફિક સમસ્યાને નિવારવા વિવિધ પ્રોજેક્ટ
નવા ફ્લાયઓવર-અંડરપાસ બનાવાશે
અંબિકા મિલ ઓવરબ્રિજ, રાજેન્દ્રપાર્ક ઓવરબ્રિજ, ચાંદલોડિયા અંડરપાસ
પલ્લવ અંડરપાસ, કેડિલા ઓવરબ્રિજના નવા પ્રોજેક્ટો મૂકાશે
200 ફૂટ કરતાં વધુ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ સાથે સર્કલ વિકસાવાશે
મ્યુનિ. બજેટનું સ્લગ -'સ્માર્ટ અમદાવાદ, લિવેબલ અમદાવાદ, લવેબલ અમદાવાદ'
પંડિત દિનદયાળ સેવા વસતી દવાખાના શરૂ કરાશે
કાંકરિયા કાર્નિવલની 10 વર્ષની ઉજવણી કરાશે
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर