Home /News /ahmedabad /

AHMEDABAD: વ્યસ્તતાને લીધે બૂસ્ટર ડોઝ નથી લીધો? આ રીતે ઘર બેઠા જ મેળવો વેક્સિન

AHMEDABAD: વ્યસ્તતાને લીધે બૂસ્ટર ડોઝ નથી લીધો? આ રીતે ઘર બેઠા જ મેળવો વેક્સિન

આરોગ્ય

આરોગ્ય વિભાગ હવે ઘરે ઘરે જઈને પ્રિકોશન ડોઝ આપશે

સરકારની ગાઈડ લાઈન મુજબ અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા 75 દિવસીય મફત રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.છતા કોઈ લેવા તૈયાર નથી.

    પાર્થ પટેલ, અમદાવાદ: સરકારની ગાઈડ લાઈન (Guide line) મુજબ અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા 75 દિવસીય મફત રસીકરણ (Free Vaccination) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નાગરિકને સરકાર દ્વારા નજીકના હેલ્થ સેન્ટર પર મફતમાં રસીકરણ માટેના બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવામાં આવશે.

    બૂસ્ટર ડોઝ ફ્રીમાં અપાતો હોવા છતાં લોકો જતા નથી

    જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરીજનો અત્યારે હાલમાં વેક્સિન (Vaccine) લેવાનું ટાળી રહ્યા છે. પરંતુ સામાન્ય લોકોને એ ખબર નથી કે આ બૂસ્ટર ડોઝ આપણા બોડીને કોરોના (Corona) જેવી મહામારીથી બચવા કેટલો સાથ આપે છે અને તે કેટલો લાભદાયી નીવડે છે. સમજદારીના અભાવના કારણે ઘણા લોકો આ રસી લેવાનું ટાળી રહ્યા છે. તો વળી કેટલાક લોકો બહાના બનાવીને તથા જાણતા હોવા છતાં અજાણ્યા થઈને બૂસ્ટર ડોઝ નથી લેતા. જેમાં ઘણા લોકો પોતાના આરોગ્યની (Health) ચિંતાથી હજી વંચિત છે.

    આરોગ્ય વિભાગ હવે ઘરે ઘરે જઈને પ્રિકોશન ડોઝ આપશે

    શહેરમાં હજુ 32 લાખ લોકોએ કોરોનાની રસીનો પ્રિકોશન ડોઝ (Precaution Dose) લેવાનો બાકી છે. સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવાનો શરૂ કરાયો છે. પરંતુ હજુ પણ લોકો રસી લેવા જતા ન હોવાથી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ (Health Department) હવે ઘરે ઘરે જઈને પ્રિકોશન ડોઝ આપશે. જેમાં કોર્પોરેટરો તરફથી રોજ સોસાયટીની યાદી આપવામાં આવે તે સ્થળ પર જઇને 18 થી 59 વર્ષ સુધીના લોકોને વેક્સિન ટીમ (Vaccine Team) બૂસ્ટર ડોઝ આપશે.

    કોરોના સામે લડવા માટે રસી જ ઇલાજ છે

    આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર (Health Center) પર લોકો નહીં આવે તો સોસાયટીઓમાં કેમ્પ (Camp) કરાશે. કોરોના સામે લડવા માટે રસી જ ઇલાજ છે. એટલે લોકોએ બૂસ્ટર ડોઝનો લાભ લેવો જરૂરી છે.જો તમારે પણ વેક્સિન (Vaccine) લેવાની બાકી હોય તો તમે તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને વેક્સિન લઈ શકો છો. જેના માટે તમે તમારા ડોક્યુમેન્ટ્સમાં (Document) તમારો રજીસ્ટર મોબાઈલ નંબર, આધાર કાર્ડ અથવા તો તમારું કોઇ પણ આઈડી પ્રુફ લઈ જવાનું રહેશે.ત્યારબાદ સેન્ટર પર રજિસ્ટ્રેશન (Registration) કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારા મોબાઇલ નંબરમાં એક OTP આવશે. જે સેન્ટર પર આપવાથી તમારો ID જનરેટ થશે. તેના પરથી તમારું સર્ટિફિકેટ (Certificate) બને છે. ત્યારબાદ તમે વેક્સિન લઈ શકો છો.

    બૂસ્ટર ડોઝ લેવા જઈ ન શકતા વ્યક્તિઓએ નજીકના અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરી પોતાના ઘરે બોલાવી શકો છો.

    જો કોઈ પણ વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) પર ન જઈ શકે તેવી પરિસ્થિતી હોય તો તેઓ નજીકના અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરી પોતાના ઘરે બોલાવી શકો છો. આ ઉપરાંત જો તમારી સોસાયટી મેમ્બર્સને વેક્સિન લેવી હોય તો સોસાયટીના (Society) ચેરમેન કે સેક્રેટરી સ્થાનિક કોર્પોરેટરનો સંપર્ક કરી માહિતી આપી મેળવી શકો છો. જેના માટે ઓછામાં ઓછા 50 સભ્યો હોવા જરૂરી છે. તથા વધુ માહિતી માટે તમે કોવિડ-19 હેલ્પલાઇન નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો. જેનો હેલ્પલાઇન (Helpline) નંબર 91-11-23978046, ટોલ ફ્રી નંબર 1075 છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AMC News, Booster Dose, Corona Vaccination

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन