AMCમાં 500 'સેલ્સ પર્સન રિટેઇલ'ની ભરતી, 18 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

સેલ્સ પર્સન રીટેઇલના પદ માટે ધોરણ-10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે

News18 Gujarati
Updated: September 11, 2019, 8:59 AM IST
AMCમાં 500 'સેલ્સ પર્સન રિટેઇલ'ની ભરતી, 18 સપ્ટેમ્બર પહેલા કરો અરજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
News18 Gujarati
Updated: September 11, 2019, 8:59 AM IST
અમદાવાદ : એપ્રેન્ટીસશીપ એક્ટ 1961/નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (Community Development Department) ખાતામાં 500 સેલ્સ પર્સન રીટેઇલ (Sales Person Retail)ની એપ્રેન્ટીસ (Apprentice) તરીકે નિમણૂક કરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં (18 સપ્ટેમ્બર) www.ahmedabadcity.gov.in વેબસાઇટ ઉપર મૂકેલી જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ https://apprenticeship.gov.in પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી નિયત નમૂનાનું અરજીપત્રક જરૂરી વિગતો ભરી અરજદાર મેઇલ આઇડી ઉપર આવેલા રજિસ્ટ્રેશન નંબરની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે.

સેલ્સ પર્સન રીટેઇલ પદ માટે શું છે શૈક્ષણિક લાયકાત?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત મુજબ, સેલ્સ પર્સન રીટેઇલના પદ માટે ધોરણ-10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ - 8 સપ્ટેમ્બર 2019
Loading...

અરજી કરવાની છેલ્લી તારીખ - જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ એટલે કે 18 સપ્ટેમ્બર 2019

અરજી કયા સરનામે મોકલવાની છે?

ડાયરેક્ટરશ્રી (યુસીડી)
અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ
યુસીડી ભવન, પરિક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા,
અમદાવાદ-380022
ફોન નંબર - (079) 25331211

આ પણ વાંચો, દેશની પ્રતિષ્ઠિ સંસ્થા ISROમાં જોડાવાની સુવર્ણ તક, 13 સપ્ટેમ્બર સુધીમાં કરો અરજી
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...