Home /News /ahmedabad /ઢોર પકડવા ગયેલ તંત્રની ટીમ પર પર ચાર લોકો ભારે પડ્યા, ટીમ એક ગાયને પણ સાચવી શકી નહીં!
ઢોર પકડવા ગયેલ તંત્રની ટીમ પર પર ચાર લોકો ભારે પડ્યા, ટીમ એક ગાયને પણ સાચવી શકી નહીં!
ઢોર અંકુશ નિવારણ શાખાની ટીમ પર શંકાના વાદળ
Ahmedabad Municipality Corporation: અમદાવાદ મ્યુનિ. કોર્પો. ની ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખાની ટીમ પૂર્વ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વટવા નવજીવન ફ્લેટ પાસે રોડ ઉપર રખડતી એક ગાયને ટ્રેકટરની ટ્રોલીમાં ભરી હતી. ટ્રેકટર તથા માણસો ઢોર ડબ્બે જવા રવાના થયા હતા. જે દરમિયાન ટ્રાફિકના લીધે ગાય ભરેલ ટ્રેકટરને નારાયણ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર ઉભુ રાખતા ચાર લોકો ટીમની કાયદેસરની સરકારી ફરજમાં રુકાવટ કરી ટ્રેકટરની ટ્રોલી માં પુરેલી એક ગાય ને ટ્રોલીમાંથી બહાર કાઢી ઉતારી લઈ ગયા હતા.
અમદાવાદઃ એક તરફ રખડતા ઢોરને કારણે નિર્દોષ લોકોના મોત થઇ રહ્યા છે ત્યાં ઢોર અંકુશ નિવારણ શાખાની ટીમો પાંગળી સાબિત થઇ રહી છે. એક ટીમમાં બેથી ત્રણ ગાડીઓ અને પોલીસ તથા એસઆરપી સહીત દસેક લોકો એક સાથે હોવા છતાંય લોકો પોતાના ઢોર છોડાવી જતાં આ ટીમ પાંગળી સાબિત થઇ રહી છે. એક ગાયને ચાર લોકો છોડાવી ગયા અને એએમસીની ટીમ તમાશો જોઇ રહી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પો. ની ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખાની ટીમ પૂર્વ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વટવા નવજીવન ફ્લેટ પાસે રોડ ઉપર રખડતી એક ગાયને ટ્રેકટરની ટ્રોલીમાં ભરી હતી. ટ્રેકટર તથા માણસો ઢોર ડબ્બે જવા રવાના થયા હતા. જે દરમિયાન ટ્રાફિકના લીધે ગાય ભરેલ ટ્રેકટરને નારાયણ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર ઉભુ રાખતા ચાર લોકો ટીમની કાયદેસરની સરકારી ફરજમાં રુકાવટ કરી ટ્રેકટરની ટ્રોલી માં પુરેલી એક ગાય ને ટ્રોલીમાંથી બહાર કાઢી ઉતારી લઈ ગયા હતા.
ઢોર અંકુશ નિવારણ શાખાની ટીમ પર શંકાના વાદળ
ઉલ્લેખનીય છે કે, આ મામલે હવે ચાર લોકો સામે ફરિયાદ આપતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક સાથે દસ દસ લોકો પર ચાર સામાન્ય લોકો ભારે પડતા એએમસીની આ ટીમ પર જ શંકાના વાદળો ઘેરાયા છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં ફરજ બજાવતા અશ્વિનભાઇ બે દિવસ પહેલા એસ.આર.પી સાથે તથા ટ્રેકટરના ડ્રાઇવર તથા આઠ કેટલ કેચર લોકોના સ્ટાફના માણસો સાથે ઢોર ત્રાસ અંકુશ વિભાગ દાણીલીમડા ઢોર ડબ્બા ખાતેથી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પેટ્રોલીંગ ફરતા ફરતા વટવા નવજીવન સ્લેટ પાસે આવતા ત્યાં સરેઆમ રોડ ઉપર એક ગાયને તેના માલીકે જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓને તથા વાહન ચાલકોને અડચણરૂપ થઇ લોકોની જીંદગી જોખમાય તે રીતે રોડ ઉપર છુટી મુકી હતી.
જાહેરનામાંનો ભંગ થતાં આ ગાય ને ટ્રેકટરની ટ્રોલીમાં ભરી ટીમ ઢોર ડબ્બે જવા રવાના થઇ હતી. આ દરમિયાનમાં ટીમ નારાયણ ક્રીસ્ટલ એપાર્ટમેન્ટ પાસે આવતા તેઓની ગાડી તથા ટેક્ટર ની ટ્રોલી ટ્રાફિક ના કારણે રોડ ઉપર ઉભી રાખી હતી. તે દરમિયાન અચાનક બુમાબુમનો અવાજ આવતા તેઓ ટ્રેક્ટરની ટ્રોલી પાસે ગયા તો બે સ્ત્રી તથા બે પુરૂષ આવી ટ્રેકટરની ટ્રોલીનું ફાલ્કુ ખોલી ટ્રેકટરની ટ્રોલીમાં ચડી ગયેલ અને આ ચારેય માણસો સ્ટાફના માણસો સાથે ગાય છોડાવવા માટે રકઝક કરતા હતા.
જેથી તેઓએ મોબાઇલમા વિડીયો ઉતારવાનુ શરૂ કરેલ અને આ ચારેય માણસોએ સ્ટાફ ના માણસો સાથએ રકઝક કરી ટ્રોલીમાં પુરેલ એક ગાય ને છોડી નીચે ઉતારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી ગાયને ટ્રોલીમાંથી બહાર કાઢીને લઇને ભાગી ગયા હતા. આખરે તમાશો જોઇ રહેલી ટીમે પોલીસને જાણ કરતા વટવા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યારે પોલીસે કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.