Home /News /ahmedabad /AMCની નવી પહેલ, વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા
AMCની નવી પહેલ, વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા
AMCની નવી પહેલ
AMC Budget 2023-24: અમદાવાદ મહાનગર પાલિકા હર હમેશાં કઇ અલગ કરવા માટે પ્રચલિત છે. ફરી એકવાર મહાનગર પાલિકાએ નવી પહેલ અમદાવાદીઓ સમક્ષ રજૂ કરી છે. વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા છે.
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા હર હમેશાં કઇ અલગ કરવા માટે પ્રચલિત છે. ફરી એકવાર મહાનગર પાલિકાએ નવી પહેલ અમદાવાદીઓ સમક્ષ રજૂ કરી છે. વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા છે. શહેરમાં વધુ સારા કામો અને વધુ સારા પ્રોજેકટ ભવિષ્યમાં કરી શકાય તે માટે અમદાવાદીઓ જ પોતાના સુચનો મહાનગર પાલિકાને લેખિત આપી જેના આધારે પ્રજાના સુચનો બજેટમાં જોગવાઇ કરી શકાશે.
બજેટ અંગે હવે લોકો પર સુચનો આપી શકશે
એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતું કે, અમદાવાદના ઇતિહાસમાં કદાચ પહેલા ઘટના હશે કે મહાનગર પાલિકાના બજેટમાં પ્રજા પાસેથી સુચનો લેવામા આવશે. અગાઉ કાઉન્સિલરો પોતાના વિસ્તાર અને વોર્ડના કામ માટે અલગ અલગ બજેટની જોગવાઇ કરવા પત્ર લખી માંગ કરતા હોય છે. પરંતુ પહેલી વાર સામાન્ય પ્રજા પાસેથી બજેટ અંગે સુચનો માગવામા આવશે. એએમસી દ્વારા જાહેર ખબરોના માધ્યમથી એક ઇમેલ આડી જાહેર કરાયો છે. જેમાં આગામી 48 કલાક એટલે 22 જાન્યુઆરી, સુધીમાં મોકલી આપવાના રહેશે. amcbudget2023@gmail.com પર અમદાવાદીઓ સૂચનો કરી શકશે.
વધુમાં હિતેશભાઇ બારોટ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના સંર્વાગી વિકાસ માટે શહેરીજનો પણ પોતાનું યોગદાન આપી શકે છે. અમદાવાદીઓ જે સુચનો કરશે તેમાંથી જેટલા સમાવી શકાશે. તેટલા સૂચનો કમિશનર દ્વારા રજૂ થતા ડ્રાફ્ટ બજેટમાં જ જોગવાઇ કરી આપવા આવશે. અમદાવાદીઓ આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરાય છે.’
નોંધનિય છે કે, અમદાવાદ મહાનગર પાલિકા વાર્ષિક બજેટ 10 હજાર કરોડ આસપાસ રહે છે. શહેરમાં અનેક વિકાસ લક્ષી પ્રોજેક્ટ હાથ ધરાઇ રહ્યા છે. શહેરમાં અનેક લેન્ડ માર્ક પ્રોજેકટ સમગ્ર દેશમાં જાણિતા બન્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ હોય કે પછી કાંકરિયા લેંક ફ્રન્ટ કે પછી અટલ ફુટ ઓવર બ્રિજ જે સૌ કોઇ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. માત્ર અમદાવાદ જ નહી પણ સમગ્ર દેશ માટે આજે તે આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદ મહાનગર પાલિકાએ એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં જન ભાગીદારીથી વિકાસ કામ કઇ રીતે કરી શકાશે.