Home /News /ahmedabad /Social Work: AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે TBના 6 દર્દીઓને દત્તક લીધાં, પોષણક્ષમ આહારનો 6 મહિનાનો ખર્ચ ઉપાડશે

Social Work: AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે TBના 6 દર્દીઓને દત્તક લીધાં, પોષણક્ષમ આહારનો 6 મહિનાનો ખર્ચ ઉપાડશે

હિતેશ બારોટ - ફાઇલ તસવીર

Social Work: અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ટીબીના 51 દર્દીઓને દત્તક લીધા છે. તેમને 6 મહિના માટે તમામ દર્દીઓના આહારનો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી છે.

અમદાવાદઃ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની ઉમદા કામગીરી ફરી એકવાર સામે આવી છે. ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓના 6 મહિના માટે પોષણક્ષમ આહારનો તમામ ખર્ચ હિતેશ બારોટ વ્યક્તિગત ઉપાડશે તેવી જાહેરાત કરી હતી. હિતેશ બારોટે જાહેરાત કરી હતી કે, તેઓ એક બે નહીં પણ 51 ટીબી દર્દીઓના છ મહિના પોષણ આહાર ખર્ચની જવાબદારી ઉપાડશે.

યોજના ચાલુ કરવામાં આવી


દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી. દેશમાંથી વર્ષ 2025 સુધી ટીબી નિર્મુલન માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અતંર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય આપવા માટે યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજનામાં જ ભાગીદારોનું મહત્વ રહેલું છે. એટલે કે વિવિધ સહકારી ક્ષેત્રો, ઔધોગિક એકમો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે દત્તક લઇ શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મંદિર બહાર એમડી ડ્રગ્સનું વેચતો ડ્રગ પેડલર ઝડપાયો

દાતાઓ દ્વારા સહકાર મળી છે


આ યોજના અતંર્ગત દત્તક લેનારી વ્યક્તિ કે સંસ્થા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી પોષણ કિટ માસિક ધોરણે જે-તે દર્દીને પહોંચાડશે. આ પોષણયુક્ત આહારને કારણે દર્દીને ટીબીથી મુક્ત થવામાં ખૂબ સહાય મળશે. આમ નિયત કરવામાં આવેલી કિટનો માસિક ખર્ચ અંદાજીત એક પેશન્ટ દિઠ રૂપિયા 700 જેટલો થાય છે. એક પેશન્ટની સારવાર છ માસ સુધી ચાલતી હોય છે. એટલે પેશન્ટ દીઠ કુલ રૂપિયા 4200 રૂપિયાનો ખર્ચ થશે. આ યોજના હેઠળ મહત્તમ દર્દીઓને સારવાર સમય દરમિયાન આહાર મળે તે માટે એએમસી દ્વારા અનેક વિધિ સંસ્થાઓ અને વ્યક્તિઓને સંપર્ક કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી 1000 જેટલા દર્દીઓના પોષણક્ષણ આહાર માટે દાતાઓ આગળ આવ્યાં છે. જેમાં શહેરની વિવિધ જીઆડીસી તેમજ અન્ય વ્યક્તિગત દાતાઓને સહકાર મળી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા આ અભિયાનમાં જોડાશે. અગાઉ પણ એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ અનેક લોક સેવા કામ સાથે જોડાયેલા છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन