Home /News /ahmedabad /અમદાવાદ : મહિનાઓ બાદ AMC સ્ટાફ સિલેક્શન કમિટી બેઠક, માનીતા લોકોને પ્રમોશન મળ્યું હોવાનો ગણગણાટ!
અમદાવાદ : મહિનાઓ બાદ AMC સ્ટાફ સિલેક્શન કમિટી બેઠક, માનીતા લોકોને પ્રમોશન મળ્યું હોવાનો ગણગણાટ!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - ફાઈલ ફોટો
અનેક મહિનાઓ બાદ સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક એએમસી ખાતે મળી હતી. કમિશનર મુકેશ કુમાર, મેયર કિરીટ પરમાર, અને સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટની ઉપસ્થિત ઇન્ટરવ્યુ લેવાયા
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (ahmedabad municipal corporation) લાંબા સમય બાદ સ્ટાફ સિલકેશન કમિટી મળી હતી. કમિટીના વર્તમાન એએમસી (AMC)ના અધિકારીઓના બઢતી અંગે અને નવી ભરતી અંગે મુકાયેલા ૧૪ કામોને મંજૂરી મળી હતી. ભાજપ નેતાઓની ગુડ બુકમાં રહેલા અને ઉચ્ચ આઇએએસ (IAS) અધિકારી સાથે લાઇઝન કરનારાઓને પ્રમોશન અપાયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
છેલ્લા અનેક મહિનાઓ બાદ સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક એએમસી ખાતે મળી હતી. કમિશનર મુકેશ કુમાર, મેયર કિરીટ પરમાર, અને સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત ઇન્ટરવ્યુ લેવાયા હતા. પ્રોટોકોલ મુજબ વિપક્ષ નેતા પણ અપેક્ષિત હતા. પરંતુ વિપક્ષ નેતા વગર બેઠકમાં ૧૪ કામો બઢતી અને ભરતીના મંજૂર કરાયા હતા.
વિભાગ હોદ્દો જગ્યાઓ
સેન્ટ્રલ ઓફિસ ડે એચ ઓ ડી 13
લાઈટ ખાતું ડે .સીટી ઈજનેર 02
સેન્ટ્રલ ઓફિસ આ. સીટી ઈજનેર 02
એસટીપી દુધેશ્વર આસી.ચીફ ઈજનેર 01
હેલ્થ વિભાગ ગાયનોકોલોજીસ્ટ 12
અર્બન હેલ્થ પીડિયાટ્રીશિયન 12
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જનરલ મેનેજર 01
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સીટી ઈજનેર 01
એએમસીમાં ગણગણાટ શરૂ થયો છે કે, સત્તાધીશોના માનીતા અને આઇ એ એસ અધિકારીઓ સાથે લાઇઝન કરતા અધિકારીઓના પ્રમોશન કરાયા છે. કેટલાક સિનિયર અધિકારી હોવા છતા તેઓ સાઇડ લાઇન કરી જૂનિયરને પ્રમોશન અપાયા છે . તેમજ માનિતા લોકોને પસંદગી નવી ભરતીમાં કરાઇ છે.
અમદાવાદ મેયર કિરીટ પરમારે જણાવ્યુ હતુ કે, સ્ટાફ સિલેક્શન કમિટી બેઠક નવી ચૂંટાયેલા પ્રતિનિધિ બાદ પહેલી મળી હતી. વર્ષ ૨૦૧૯ ના અનેક કામો પેન્ડીગ હતા. તે કામો પણ કમિટી સમક્ષ મુકવામા આવ્યા હતા. એએમસી કેટલીક જગ્યા માત્ર ઇન્ચાર્જમા ચાલતી હતી. ત્યા પ્રમોશન સાથે બઢતી આપવામા કામ મંજૂર કર્યા છે. આ સાથે જ્યા ખાલી જગ્યા પડી છે પ્રમોશનના કારણે તે જગ્યા તાકીદે ભવિષ્યમાં જલ્દી ભરાશે. ચોક્કસ કેટલાક અધિકાર મન દુખ થયા હશે. પરંતુ તમામ કામ નિયમ અનુસાર કર્યા છે.
મેયર ભલે સબ સલામત અને નિયમ અનુસાર થયું હોવાનું રટણ કરતા હોય. પરંતુ ચોક્કસ સ્ટાફ સિલેક્શન કમિટીમાં થયેલા પસંદગીની પ્રક્રિયા ચોકક્સ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. માનીતા અને સેટીંગ બાઝ અધિકારી પ્રમોશન અપાતું હોવાનો અંદર ગણગણાટ ચાલી રહ્યો છે.