Home /News /ahmedabad /AMCનાં 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 વિજીલન્સ તપાસ માટે પ્રોબેશન પર

AMCનાં 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 વિજીલન્સ તપાસ માટે પ્રોબેશન પર

AMCનાં સ્ટાફનું પ્રમોશન અને પ્રોબેશન

Amc staff promotion: 22 AMC આસિ. કમિશનરમાંથી 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 આસિ.કમિશનર વિજીલન્સ ત્તપાસના પગલે પ્રોબેશન પિરીયડ લંબાવવામાં આવ્યો છે.

22 AMC આસિ. કમિશનરમાંથી 19 આસિ. કમિશનર કાયમી કરાયા, 3 આસિ.કમિશનર વિજીલન્સ ત્તપાસના પગલે પ્રોબેશન પિરીયડ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટી બેઠક મળી હતી . કમિટીમાં આસિ કમિશમર કાયમી કરવા અને આસિ ટીડીઓ બઢતી કરવાની કામને બહાલી આપી હતી.

આ સાથે ખાતકીય ભરતી કરાયેલા 13 આસિ કમિશનર પૈકી 11 આસિ. કમિશનરને કાયમી કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી . આ સાથે 13 માંથી 2 આસિ કમિશનર  પ્રિથાબહેન સુનિલ પરસોત્તમ ( આસિ. કમિશનર નવા વાડજ વોર્ડ ) અને પ્રયાગ લંગાળિયા ( આસિ.કમિશનર વટવા વોર્ડ ) આ બન્ને આસિ. કમિશનર કાયમી કરવામાં આવ્યા ન હતા . તેમજ તેઓનો એક વર્ષનો પ્રોબેશન પિરીયડની મુદ્દત વધુ લંબાવી હતી . આ બન્ને આસિ કમિશનર સામે વિજીલન્સ તપાસ ચાલતી હોવાથી તેઓને કાયદાની બહાર મળી ન હતી

આ પણ વાંચો-Panchmahal: થર્ટી ફર્સ્ટ પહેલાં બૂટલેગરો પર તવાઈ, ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામે રેડ કરી દારૂ ઝડપી લેવાયો

જાહેરાતના માધ્યમથી ભરતી કરાયેલા 9 આસિસ્ટન્ટ કમિશનર પૈકીના 8 આસિ. કમિશનર કાયમી કરવામાં આવ્યા હતા . 9માંથી 1 આસિ કમિશનર નરેન્દ્ર ગમારા પર વિજીલન્સ તપાસ હોવાથી કાયમી કરવાની દરખાસ્ત નામંજૂર કરી તેઓને પ્રોબેશન પીરીયડ લંબાવ્યો હતો .

અમદાવાદ મહાનગર પાલિકામાં એસ્ટેટ ટીડીઓ ખાતામાં ખાલી પડેલ ચાર જગ્યા બઢતીથી ભરવામાં આવી હતી . ઉમેશ ભટ્ટ , ચંદનસિહ બિલવાસ, ઘનશ્યામ પટેલ અને હિતેન્દ્ર મકવાણાને બઢતી સાથે ડેપયુટી ટીડીઓ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇજનેર ખાતામાં આસિસ્ટન્ટ સીટી ઇજનેરની ખાલી પડેલ બે જગ્યા જીતેન્દ્ર ડાભી અને અનિલ પ્રજાપતિને બઢતી આપી ભરવામાં આવી હતી. એડીશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા  બિરેન રાવલનું સ્વૈચ્છિક રાજીનામું દરખાસ્ત કમિટીએ મંજુર કરી હતી.

આ પણ વાંચો - કચ્છ: માવઠામાં વિરામ બાદ જિલ્લામાં ગુલાબી ઠંડીનો અનુભવ, જાણો તમારા શહેરનું તાપમાન

એએમસી કમિશનર મુકેશ કુમારની રાજ્ય સરકારમાં બદલી થઇ છે . પરંતુ નવા કમિશનર લોચન શહેરીને ચાર્જ આપે તે પહેલા જ મુકેશ કુમારે દ્વારા એક સાથે સ્ટાફ સિલેક્શન કમિટીમાં કામ લાવી કામો મંજૂર કર્યા હોવાનો ગણગણાટ એએમસી ચાલી રહ્યો છે. મેયર કિટીર પરમાર , ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી હિતેશ બારોટ કમિટી બેઠકમાં હાજર રહ્યા હતા . સ્ટાફ સિલેક્શન કમિટીમાં એએમસી વિપક્ષ નેતા અપેક્ષિત છે પરંતુ કોંગ્રેસ દ્વારા નવા વિપક્ષ નેતા નિમણૂક જ ન થતા વિપક્ષ વગર સત્તા પક્ષ અને કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરાઇ છે .
Published by:Margi Pandya
First published:

Tags: Assistant Commissioner, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો