Home /News /ahmedabad /AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં 10 દિવસ બેગલેસનો અમલ, પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ
AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં 10 દિવસ બેગલેસનો અમલ, પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
AMC School Board: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2023-24નાં બજેટનું અંદાજપત્ર મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધિર દેસાઈ દ્વારા 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે આગામી 12 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા સુધારા વધારા સાથેનું બજેટ રજૂ કરાશે.
અમદાવાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2023-24નાં બજેટનું અંદાજપત્ર મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધિર દેસાઈ દ્વારા 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે આગામી 12 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન દ્વારા સુધારા વધારા સાથેનું બજેટ રજૂ કરાશે. મહત્વનું છે કે, સ્કૂલબોર્ડના ઈતિહાસમાં પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ મુકવામાં આવ્યું છે. આ વખતે સ્કૂલ બોર્ડની શાળાઓમાં 10 દિવસ બેગલેસનો અમલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સ્કૂલબોર્ડ દ્વારા વર્ષ 2023-24ના અંદાજપત્રમાં શાળાઓના નવીની કરણ, માળખાકિય સુવિધાઓ તેમજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પાછળ ભાર મુકવામાં આવ્યો છે. જે માટે વર્ષ 2023-24નું 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23માં 893 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. આ વખતે અંદાજપત્ર મુજબ શાળાઓનાં સમારકામ માટે 23 કરોડ રૂપિયા, કન્યા કેળવણી માટે 22 કરોડ રૂપિયા, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શાળા અપગ્રેડેશન અને ડીઝીડાઈઝેશન માટે 20 કરોડ રૂપિયા, અંગ્રેજી માધ્યમથી શાળાઓ માટે 2 કરોડ રૂપિયા જ્યારે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 10 કરોડ રૂપિયા મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત શાળા સુપોષણ અભિયાન અંદર્ગત 1 કરોડ, શાળાઓમાં ફાયર સેફ્ટી માટે 1 કરોડ, વોટર પ્યોરીફીકેશન અને વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ માટે 1 કરોડ તેમજ ગ્રીન સ્કૂલ, ઈકો ક્લબ, પર્યાવરણ જાળવણી, સ્વચ્છ શાળા માટે 1 કરોડ 35 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે 2 કરોડ, વિજ્ઞાન પ્રયોગ શાળા અને ઈ લાયબ્રેરી માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે સ્કૂલ બોર્ડના સાશનાધિકારી લબ્ધિર દેસાઈએ જણાવ્યું કે, એએમસી સ્કૂલ બોર્ડની શાળાઓમાં 10 દિવસ બેગલેસનો અમલ કરવામાં આવ્યો છે.
આ વર્ષના પ્રારંભે ગ્યાસપુર ભાઠા અને ચાંદલોડિયા પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રિ વોકેશનલ તાલીમ શરુ કરવામાં આવશે. જે માટે થનાર ખર્ચના નાણા સર્વ શિક્ષા અભિયાન દ્વારા 12 હજાર સીધા જ શાળાઓના ખાતામાં જમા કરાવશે. વર્ષ 22-23માં 217 જેટલી શાળાઓનો ગુણાત્મક પરિવર્તન માટેના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ થયો હતો. સ્કૂલ ઓફ એક્સલન્સમાં સામેલ શાળાઓનો અગાઉથી રોજે રોજ ઓનલાઈન રિવ્યુ કરવામાં આવશે. મહત્વનું છે કે, 1067 કરોડના અંદાજપત્રમાંથી પગાર ખર્ચ પેટે 940 કરોડ, વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ 62 કરોડ તેમજ શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 57 કરોડ રૂપિયા ખર્ચાશે.