AMCની હાઇકોર્ટમાં રજૂઆત 29,600થી વધુ લારી ગલ્લા અમારી પાસે છે

જુલાઈ 2018માં પોલીસ અને એએમસી ના સયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામા આવી હતી જેમાં શહેરના 40 હજારથી વધુ લારી ગલ્લા ટોઈંગ કરી દેવાયા હતા.

News18 Gujarati
Updated: August 23, 2019, 11:19 PM IST
AMCની હાઇકોર્ટમાં રજૂઆત 29,600થી વધુ લારી ગલ્લા અમારી પાસે છે
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 23, 2019, 11:19 PM IST
સંજય જોશી, અમદાવાદઃ છેલ્લા 1 વર્ષથી હાઈકોર્ટમાં લડત આપી રહેલ લારી ગલ્લા પાથરણા સંઘને આખરે જીત મળી છે.  હાઈકોર્ટે તેમના તમામ ટોઈંગ થયેલા લારી-ગલ્લા તથા તેમના સરોસામાનને તેમને પરત આપવામા આવે તેવો હુકમ કર્યો છે.. હાઈકોર્ટે નોધ્યુ છે કે તેમના સામાનના તેઓ માલીક છે અને તેમને તે પરત આપવા. ઉલલ્ખનીય છે કે જુલાઈ 2018માં પોલીસ અને એએમસી ના સયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામા આવી હતી જેમાં શહેરના 40 હજારથી વધુ લારી ગલ્લા ટોઈંગ કરી દેવાયા હતા.

જેને લઈને લારી ગલ્લા પાથરણા સંઘે હાઈકોર્ટમાં ન્યાય માટે ગુહાર કરી હતી આજે હાઈકોર્ટે ચુકાદો આપતા તેમના લારી ગલ્લા સહીતના તેમના સરોસામાન તેમને પરત આપવાનો હુકમ કર્યો છે. તો અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને પણ રેક્રોર્ડ પર જઈને આજે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે 29,600 થી વધુ લારી ગલ્લાઓ અને આ સ્ટ્રીટ વેન્ડર્સનો સામાન અમારી પાસે છે તેઓ અરજી કરશે એટલે અમને તેમને તેમનો સામાન પરત આપી દઈશુ.

જો કે સ્ટ્રીટ વેન્ડરોએ એવી ભીતી પણ વ્યક્ત કરી છે કે તેઓ 1 વર્ષ પહેલા અમારો સામાન લઈ ગયા હતા અને તે સામાન અમારો તેમણે વેચી માર્યો છે.. એટલે જો અમને અમારો સામાન પરત નહી મળે તો અમે એએમસી અને પોલીસ કમીશન્રની સામે સસપેન્શનની કામગીરી થાય તેવી હાઈકોર્ટમાં દાદ માંગવાની તૈયારી બતાવી છે.

આ પણ વાંચોઃ-હંગામી ધોરણે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર નીતિ બનાવેઃ HC

લારી ગલ્લા પાથરણા સંઘ એશોસીયસનના વકીલ આનંદ યાજ્ઞીકે જણાવ્યુ કે હાઈકોર્ટે આજે ઓર્ડર કર્યો કે આ તમામ લારી ગલ્લાવાળા તેમના સરોસામાનના માલીક છે અને તેમને તે સામાન પર આપવામા આવે. જ્યારે એએમસીએ રેક્રોર્ડ પર જઈને આજે સ્વીકાર કર્યો કે 29,600થી વધુ લારી ગલ્લાઓ અને આ સ્ટ્રીટ વેન્ડર્સનો સામાના અમારી પાસે છે તેઓ અરજી કરશે એટલે અમને તેમને તેમનો સામાન પરત આપી દઈશુ.

જો કે લારી ગલ્લા પાથરણા સંઘના પ્રમુખ રાકેશ મહેરીયાએ જણાવ્યુ કે અમારી 1 વર્ષની લડતનુ આ પરીણામ છે અને અમે ખુશ છીએ પરંતુ અમારામાં હાલ એવી દહેશત એ છે છેલ્લા 1 વર્ષથી અમારો સરો સામાન લારી ગલ્લા વિગેરે અમારી જાણ મુજબ આ લોકોએ વેચી મારી છે અમને એવુ લાગતુ નથી કે કોઈ પણ સંજોગોમાં આ અમને પરત મળે .
Loading...

જ્યારે એમસીએ હાઈકોર્ટમાં કહ્યુ કે અમને અરજી મળશે એટલે અમે તેમનો સામાન પરત કરીશુ અમે તે મુજબ આજથી જ અરજી કરવાની પ્રક્રીયા કરવાના છીએ. પરંતુ જો અમારો સામાન પરત નહી મળે તો એએમસી અને પોલીસ કમીશન્ર સામે અમે હાઈકોર્ટમાં બન્ને સસપેન્ડ કરવામા આવે તેવી દાદ માંગીશુ.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...