Home /News /ahmedabad /હવે AMCએ માધ્યમિક શાળાઓ પણ ચાલવવા તૈયારી દર્શાવી, વિધાર્થીઓના ભવિષ્યમાં માટે નિર્ણય કરવા તાકિદ 

હવે AMCએ માધ્યમિક શાળાઓ પણ ચાલવવા તૈયારી દર્શાવી, વિધાર્થીઓના ભવિષ્યમાં માટે નિર્ણય કરવા તાકિદ 

અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રથામિક શાળા બાદ હવે માધ્યમિક શાળાઓનું સંચાલન કરવા તૈયારી બતાવી છે. અમદાવાદમાં આજે પણ એએમસીના અધિકારીઓ સંચાલિત પાંચ માધ્યમિક શાળો ચાલી રહી છે.

અમદાવાદઃ મહાનગર પાલિકા સંચાલિત પ્રથામિક શાળા બાદ હવે માધ્યમિક શાળાઓનું સંચાલન કરવા તૈયારી બતાવી છે. અમદાવાદમાં આજે પણ એએમસીના અધિકારીઓ સંચાલિત પાંચ માધ્યમિક શાળો ચાલી રહી છે. આ પાંચ શાળાઓ એએમસીના સ્કૂલ બોર્ડ હસ્તક કરવા ભલામણ કરવામાં આવી છે.

AMC સંચાલિત માધ્યમિક શાળાઓ



  • રખિયાલ ઉર્દૂ શાળા

  • બાપુનગર હિન્દી શાળા

  • મ્યુનસિપલ ગર્લ્સ શાળા, ખમાસા

  • અસારવા માધ્યમિક શાળા

  • મણિનગર માધ્યમિક શાળા (ખોખરા)


આ પણ વાંચોઃ SOGએ સિંધુભવન રોડ પરથી બે ડ્રગ્સ પેડલર પકડ્યાં

ઝોન દીઠ એક શાળા બનાવવાની વિચારણા


એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડમાં આજે 459 સ્કૂલમાં દોઢ લાખથી વધુ બાળકો ભણી રહ્યા છે. પરંતુ વર્ષોથી અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકની પાંચ માધ્યમિક શાળાઓ પણ ચાલી રહી છે. જે માધ્યમિક શાળાઓ દરેક ઝોન દીઠ બનાવવા એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા કરવામાં આવી છે અને પાંચ માધ્યમિક શાળા એએમસી હસ્તક લેવાની કમિશનરને ભલામણ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ 1200થી વધુ વિધાર્થીઓ ધોરણ 9થી 12મા અભ્યાસ કરી રહ્યા છે. હાલ રાજ્ય સરકારની દોરવણી હેઠળ એએમસીના અધિકારીઓ સંચાલન કરી રહ્યા છે, જેને એએમસી હસ્તક લેવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ દરેક ઝોન દીઠ એક નવી માધ્યમિક શાળા બનવા પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.

વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો


હિતેશ બારોટે જણાવ્યુ હતુ કે, હાલ એએમસી દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં દોઢ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8નો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ધોરણ 8 એટલે માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ કરતાં પહેલાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેસિયો વધી રહ્યો છે. તેવા એએમસી સંચાલિત જ માધ્યમિક શાળા બનાવવામાં આવે તે વિદ્યાર્થીઓ ફ્રીમાં અભ્યાસ કરી શકે છે. જેથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે કે, એએમસી વધુ માધ્યમિક શાળાઓ બનાવવા મંજૂરી આપવી જોઇએ. તેમજ એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા જ તેઓનું સંચાલન કરવામાં આવે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, Ahmedabad school, AMC School Board, AMC School Board Election, Government School, School admission