Home /News /ahmedabad /AMCનો હિટવેવ સામે એક્શન પ્લાન તૈયાર, અલગથી વોર્ડ ઉભા કરવા સૂચના
AMCનો હિટવેવ સામે એક્શન પ્લાન તૈયાર, અલગથી વોર્ડ ઉભા કરવા સૂચના
હોસ્પિટલોમાં ORS, આઈસપેક સહિત અન્ય મેડિકલ સાધનો તૈયાર કરવા સૂચના અપાઈ
AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો, શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર, એએમસી સંચાલિત હોસ્પિટલમાં અલગથી વોર્ડ ઉભા કરવા સૂચના. ઉપરાંત હોસ્પિટલોમાં ORS, આઈસપેક સહિત અન્ય મેડિકલ સાધનો તૈયાર કરવા સૂચના અપાઈ
પ્રણવ પટેલ, અમદાવાદ: ઉનાળો શરૂ થઈ ગયો છે. તેમાં પણ આ ઉનાળો આકરો બની રહેવાનો છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર, એએમસી સંચાલિત હોસ્પિટલમાં અલગથી વોર્ડ ઉભા કરવા સૂચનાઓ અપાઇ છે. ઉપરાંત હોસ્પિટલોમાં ORS, આઈસપેક સહિત અન્ય મેડિકલ સાધનો તૈયાર કરવા સૂચનાઓ અપાઈ છે. ઉપરાંત BRTS-AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. સાથે જ ડેપો પર ORS પણ મળશે. એટલું જ નહીં, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. ગરમી સામે AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે.
એએમસી તંત્ર એક્સન મોડમાં
અમદાવાદમાં ગરમી વધતા એએમસી તંત્ર એક્સન મોડમાં છે. એએમસીએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. માર્ચ મહિનામાં શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં અર્બન હેલ્થ સેન્ટર અને એએમસી સંચાલિત હોસ્પિટલમાં તૈયારીઓ અંગે સૂચના અપાઇ છે. ગરમીનો પારો વધતા હિટ સ્ટ્રોકના કેસ વધતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં ઓઆરએસ, આઇસ પેક સહિત અન્ય મેડિકલ સાધનો સજ્જ કરવા સુચનાઓ અપાઇ છે.
શહેરમાં ડબલ ઋતુનો અહેસાસ થતા શરદી, ખાંસી અને તાવના કેસ પણ ત્રણ ગણો વધારો થઇ રહ્યો છે. તેવામાં ગરમીની સિઝનની શરૂઆત થતા અને ગરમીનો અહેસાસ થતા એએમસી આરોગ્ય તંત્ર હરક્તમાં આવ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે ઉચ્ચર સ્તરીય બેઠક ગરમી મુદ્દે યોજાઇ હતી. ચાલુ વર્ષે હવામાન વિભાગનો અનુમાન છે કે ગરમી તમામ રેકોર્ડ તોડશે. જેથી તમામ રાજ્યોને ગરમી મુદ્દે અત્યારથી તૈયારીઓ કરવા સુચના અપાઇ છે. આવામાં મહાનગર પાલિકાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.