Home /News /ahmedabad /

અમદાવાદ રથયાત્રામાં ટ્રક ચાલકોને અપશબ્દો બોલાતા હોવાની ફરિયાદ ઉઠી

અમદાવાદ રથયાત્રામાં ટ્રક ચાલકોને અપશબ્દો બોલાતા હોવાની ફરિયાદ ઉઠી

શહેર એકતા સમિતિની મિટિંગ અમદાવાદ મહાનગર પાલિકા ખાતે મળી હતી.

Ahmedabad News: રથયાત્રા નિમિત્તે એક્તા સમિતિની બેઠક , રથયાત્રા દરમિયાન ટ્રક ચાલકોને અપશબ્દો બોલાતા હોવાની ઉઠી ફરિયાદ, શાંતિ પૂર્ણ માહોલમા રથયાત્રા નિકળે તે માટે તંત્ર સજ્જ.

અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની ૧૪૫ રથયાત્રાના (Rathyatra 145) તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમા સંપન્ન થયા તે માટે અમદાવાદ એકતા સમિતિની (Ahmedabad Ekta Samiti) બેઠક મળી હતી . એએમસી તંત્ર, પોલીસ અને મંદિર ટ્રસ્ટ ઉપરાંત સમિતિના સભ્યો દ્વારા રથયાત્રાના પગલે અનેક સૂચનો અપાયા હતા. આગામી અષાઢી સુદ બીજના દિવસ ભગવાન જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત 145મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. આ રથયાત્રાના પર્વ દરમ્યાન શહેરમાં શાંતિ અને ભાઈચારાનું સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે જરુરી ચર્ચા વિચારણા કરવા માટે અમદાવાદ શહેર એકતા સમિતિની મિટિંગ અમદાવાદ મહાનગર પાલિકા ખાતે મળી હતી.

અમદાવાદના મેયર કિટીર પરમારે જણાવ્યુ હતું કે, રથયાત્રામાં સર્વ ધર્મ સમભાવ સાથે તાજીયા જુલુસ સાથે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો રથયાત્રામાં ભાગ લે તે જરુરી છે. જરુરી વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર, સંનિષ્ઠ જવાબદારી નિભાવતું હોય છે. તેમજ તમામ ધર્મના આગેવાનો અને નાગરિકો ભાગ લેતા હોઈ શહેરનું ગૌરવ વધ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રોડ, ફુટપાથ, સફાઈ, લાઈટીંગ વગેરે જરુરી કામગીરીની જવાબદારી સોંપવાનું આયોજન કરેલ છે. તેમજ મ્યુનિ. તંત્ર સારામાં સારી સુવિધાઓ આપે તેવા પ્રયાશ કરવામાં આવશે. મહંત અને પ્રજા દ્વારા ભક્તિભાવથી સૌ નગરજનો દ્વારા આ રથયાત્રા પર્વને સફળ બનાવવો જોઈએ.

જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સી. પી. યાદવે જણાવ્યુ હતુ કે, શહેરની શાંતિ અને એખલાસ જળવાઈ રહે તે માટે મેયર અને સમાજના વિભિન્ન વર્ગના આગેવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કાયદો અને વ્યવસ્થા તંત્ર સારી રીતે નિભાવવામાં આવશે. ભગવાન સ્વયંમ પ્રત્યક્ષ જનતાની વચ્ચે જશે.

એએમસી વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના સહયોગથી શાંતિના માહોલ વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવશે. કોર્પોરેશન અને પોલીસ તંત્ર એક મહિનામાં આવા પ્રકારના આયોજન બદલ ધન્યવાદને પાત્ર છે.

આ પણ વાંચો: પત્નીને મૃતક પતિની મિલકત વેચવાની મંજૂરી ન મળી, ગુજરાત હાઇકોર્ટનો દાખલારૂપ કિસ્સો

એક્તા સમિતિના સભ્ય ડો. લલિત મોઢાએ જણાવ્યુ હતું કે, શાહપુર-રેટીંયાવાડી નજીક સ્વામિનારાયણ મંદિર આગળની એન્ગલોની હાઈટ ઓછી છે જેનો નિકાલ લાવવો જોઈએ. તેમજ રથયાત્રાના રુટ પર જમાલપુર શાક માર્કેટ પાસે આવતા ઝાડને ટ્રીમીંગ કરાવવું જરુરી છે. ટ્રકોમાં પૂરતા પ્રમાણમાં મગ, કેરી અને જાંબુના પ્રસાદની વ્યવસ્થા હોવી જોઈએ તેમજ ટ્રકવાળા અપશબ્દો ન બોલે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: શાળાઓની ગ્રાન્ટ કપાશે તો હાઈકોર્ટમાં જઇશું: જાણો શાળા સંચાલક મંડળએ શામાટે આપી ચીમકી

એક્તા સમિતિના સભ્ય ભાવનાબેન જણાવ્યુ હતું કે, રથયાત્રા ધી કાંટા વિસ્તારમાં ખૂબજ ઝડપથી પસાર થાય છે જેથી ભક્તોને દર્શન થતા નથી જેથી આ વિસ્તારમાં રથો શાંતિથીપૂર્વક અને ધીમેથી પસાર થાય તો ભક્તો ભગવાના દર્શનનો લાભ લઈ શકેની રજુઆત કરવામાં આવેલ.

AMC કમિશનર લોચન સહેરાએ જણાવ્યુ હતું કે, મ્યુનિસિપલ તંત્ર એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે. ભયજનક મકાનો હટાવવામાં આવેલ છે, ટ્રી ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન અને પોલીસ બંને તંત્ર સાથે મળીને સતત મીટીંગ કરીને રથયાત્રાને સારી રીતે પૂરી પાડવાની છે. કોઈ પણ કામગીરી હશે તો તાત્કાલીક કરવામાં આવશે અને રાત્રીના સમયે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સઘન કામગીરી કરશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ રથયાત્રા, ગુજરાત

આગામી સમાચાર