Home /News /ahmedabad /અમદાવાદની 'સૂરત' બગાડનાર રાજકીય પક્ષોની હવે ખેર નથી! AMC વસૂલશે ખર્ચ

અમદાવાદની 'સૂરત' બગાડનાર રાજકીય પક્ષોની હવે ખેર નથી! AMC વસૂલશે ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાલો પર લગાવવામાં આવેલા સિમ્બોલને રીમુવ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

AMC News: આચારસંહિતા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાલો પર લગાવવામાં આવેલા સિમ્બોલને રીમુવ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતું હતું કે ઠેર-ઠેર દિવાલો પર મેટ્રોના પીલર પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સિમ્બોલનો પ્રચાર કરવા દિવાલો ચિત્રી દીધી હતી. જો કે આ સિમ્બોલ ચીતરવાના કારણે દિવાલોની સુંદરતા ફીક્કી પડી હતી. અને અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કોરીડોર તૈયાર થઈ રહ્યો છે. જો કે મેટ્રો દ્વારા પણ પીલોરોને સુંદરતા માટે કલર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજકીય પાર્ટીઓએ પોતાના સિમ્બોલો ચિતરી દેવાના કારણે પીલરોની સુંદરતા પણ ફિકકી પડી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની દિવાલો અને મેટ્રોના પીલર પર રાજકીય પક્ષોના સિમ્બોલ લગાવ્યા હતા. જે સિમ્બોલને રીમુવ કરવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે કે જ્યાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દિવાલો પર સિમ્બોલ લગાવેલા છે. તેના પર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કલર લગાવી દેશે. જો કે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે સિમ્બોલ રીમુવ કરવાનું કામગીરી કરી રહી છે. જો એક વખત રાજકીય પક્ષોના સિમ્બોલ રીમુવ થઈ ગયા બાદ જો કોઈ ફરી વખત સિમ્બોલ અથવા તો દિવાલો પર પ્રચાર કરવાનો પ્રયાસ કરશે તો તેમને રીમુવ કરવા માટેનો ખર્ચ જે તે રાજકીય પક્ષ પાસેથી લેવામાં આવશે.

આ પણ વાંચો- વર્ષ 2017 ની ચૂંટણીમાં ઓછા મતોથી થયેલી હારજીતવાળી 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસનું ઘમાસાણ

રાજકીય પક્ષો ચૂંટણી નજીક આવી રહી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ પ્રયાસ કરતા હોય છે. પોતાના રાજકીય પાર્ટીના સિમ્બોલની જાહેરાત કરતા હોય છે સાથે સાથે અલગ અલગ રીતે પ્રચાર પણ કરતા હોય છે અને રાજકીય પાર્ટીના સિમ્બોલ હોર્ડિંગ્સ બેનર છે તે આચાર સહિતા લાગે ત્યારે તેને રિમૂવ કરવામાં આવતા હોય છે પરંતુ આચારસંહિતા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાલો પર લગાવવામાં આવેલા સિમ્બોલને રીમુવ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો- 6 લોકોના જીવ ભરખી જનાર અરવલ્લીના અકસ્માતમાં ખુલાસો

રાજકીય પક્ષો ચૂંટણી આવે તે પહેલા પોતાના બેનર હોલ્ડિંગ્સ કે પછી જાહેરાત આપી પ્રચાર પ્રસાર કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે 2022 વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ત્રીજો પક્ષ પણ ચૂંટણી મેદાને આવ્યો છે ત્યારે હવે ત્રણ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ છે તે લડાશે પરંતુ તે પહેલા જ એક સિમ્બોલ જંગ લડાતો હોય તેવી રીતે એક પાર્ટીએ લગાવ્યો એટલે બીજી બે પાર્ટીઓએ પણ ત્યાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરી દીધું હતું અને જેના કારણે અમદાવાદ શહેરની દિવાલો એક રાજકીય પક્ષોના સિમ્બોલ થી ચિત્રાઈ ગઈ હતી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, AMC latest news, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો